For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સરકારે વિજળી સેક્ટર માટે કર્યા મોટા એલાન, કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિજળી વિતરણનુ ખાનગીકરણ

નાણામંત્રી નિર્મલા સીતારમણે એવિએશન, કોલ અને પાવર સેક્ટરમાં મોટા સુધારાનુ એલાન કર્યુ.

|
Google Oneindia Gujarati News

નાણામંત્રી નિર્મલા સીતારમણ અને કેન્દ્રીય રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે પીએમ મોદીના 20 લાખ કરોડના આર્થિક પેકેજ પર શનિવારે ચોથી પ્રેસ કૉન્ફરન્સ કરી. નાણામંત્રી નિર્મલા સીતારમણે એવિએશન, કોલ અને પાવર સેક્ટરમાં મોટા સુધારાનુ એલાન કર્યુ. નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યુ કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિજળી કંપનીઓનુ ખાનગીકરણ થશે. ગ્રાહકોને તેમના અધિકાર, પૂરતી વિજળી હશે, વિજળી કંપનીઓને નુકશાન ગ્રાહકોને નહિ સહન કરવુ પડે. વિજળી ઉત્પાદનને પ્રોત્સાહન મળશે.

power

નાણામંત્રીએ કહ્યુ કે ગ્રાહકોની સુવિધાઓ માટે પ્રીપેડ વિજળીના મીટર લગાવવામાં આવશે. જેનાથી વિજળીની ચોરી અટકશે. સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે 8100 કરોડ રૂપિયાનુ એલાન કરવામાં આવ્યુ છે. વિજળી ક્ષેત્રમાં સબસિડી ડીબીટી દ્વારા આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે સંકટમાં ફસાયેલ વિજળી વિતરણ કંપનીઓ એટલે કે ડિસ્કૉમને 90,000 કરોડ રૂપિયાની રોકડ મદદનુ એલાન નાણામંત્રી નિર્મલા સીતારમણે જ ત્રીજી પ્રેસ કૉન્ફરન્સમાં કર્યુ હતુ. રાહત પેકેજના પહેલા ફેઝમાં ડિસ્કૉમને ઋણ મંજૂરીને રાજ્યના વિજળી ક્ષેત્રમાં સુધારાથી સંબંદ્ધ કરવામાં આવ્યુ હતુ. આમાં ગ્રાહકો દ્વારા ડિજિટલ ચૂકવણી, રાજ્ય સરકારોથી પેન્ડીંગ ચૂકવણીનુ પરિસમાપન અને વીજળી વિતરણ કંપનીઓના પરિચાલન અને આર્થિક નુકશાનને ઘટાડવાની યોજના જેવા સુધારા શામેલ છે.

દેશમાં રક્ષા સામાન બનાવતા ઑર્ડિનન્સને ફેક્ટરી બૉર્ડનુ કૉર્પોરેટાઈઝેશન કરવામાં આવશે. નાણામંત્રીએ સ્પષ્ટ કર્યુ કે આ ખાનગીકરણ નથી. આનાથી બોર્ડના કામકાજમાં સુધારો આવશે. અમે આશા રાખીએ છીએ કે આગળ સૂચિબદ્ધ થશે જેનાથી સામાન્ય જનતાને તેના શેર ખરીદવાનો મોકો મળશે. આ સેક્ટરમાં સ્વદેશીકરણને પ્રોત્સાહન આપવામાં આવશે. રક્ષા ઉત્પાદનના સેક્ટરમાં વિદેશી રોકાણની સીમા 49 ટકાથી વધારીને 74 ટકા કરી દેવામાં આવી છે.

આત્મનિર્ભર ભારત અભિયાન સાથે જોડાશે કોલ સેક્ટર, સરકારનો એકાધિકાર ખતમઆત્મનિર્ભર ભારત અભિયાન સાથે જોડાશે કોલ સેક્ટર, સરકારનો એકાધિકાર ખતમ

English summary
privatise all electricity discoms in union territories Nirmala Sitharaman Economic package
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X