For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2015માં PSU બેંકિંગ સ્ટોક્સ આપશે બેસ્ટ રિટર્ન્સ

|
Google Oneindia Gujarati News

દેશના વિકાસને ગતિ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં પીએસયુ બેંકોના વડાઓ સાથે બેઠક કરવાના છે. આ બેઠક 2 જાન્યુઆરીથી પુનામાં શરૂ થઇ રહેલી જ્ઞાન સંગમ નામની કાર્યશિબિરનો એક ભાગ હશે. આ બેઠક યોજવાનો હેતુ પીએસયુ બેંકો એટલે કે જાહેર ક્ષેત્રની બેંકોની કામગીરીમાં નવસંચાર લાવવાનો છે. આ નવસંચાર તેની બિનજરૂરી ડેબ્ટ્ને દૂર કરીને લાવવામાં આવશે.

માર્કેટ એક્સપર્ટ્સનું માનવું છે કે વડાપ્રધાન સાથેની બેઠકમાં ચિંતન મનન કરીને આ દિશામાં એક નક્કર આયોજન શોધવામાં આવશે. આ પ્લાનનો અમલ શરૂ થતા જ આગામી મહિનાઓમાં પીએસયુ બેંકોના શેર્સમાં તેજી જોવા મળે તેવી શક્યતા છે.

સરકાર એ બાબત પર ખાસ ભાર આપી રહી છે કે બેંકોની નોન પરફોર્મિંગ એસેટ નિયંત્રણમાં રહે અને તેમની ક્રેડિટ ડિમાન્ડમાં વધારો થાય.

bank-safe-1

વર્ષ 2015ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં રિઝર્બ બેંક વ્યાજદરો ઘટાડી શકે તેવી પ્રબળ શક્યતાઓ છે. જેના પરિણામસ્વરૂપ પીએસયુ બેંકોને નવજીવન મળશે અને તેમના સ્ટોક્સમાં તેજી જોવા મળી શકે છે. જો વ્યાજદરમાં ઘટાડો થશે તો તેના કારણે પીએસયુ બેંકોનું ફાઇનાન્શિલ પરફોર્મન્સ સુધરવા ઉપરાંત સમગ્ર બેંકિંગ સેક્ટરમાં બિઝનેસની નવી તકો ઝડપી લેવાની ઇચ્છા જાગૃત થશે.

વર્તમાન સમયમાં બેંકિંગ સ્ટોક્સના વેલ્યુએશનની વાત કરીએ તો તે સૌથી વધારે અંડર ઓન્ડ છે. આ માટે સિન્ડિકેટ બેંકનું જ ઉદાહરણ જોઇએ.તેની બુક વેલ્યુ 188 છે પણ તેના સ્ટોક્સ રૂપિયા 128.45ની આસપાસ ટ્રેડ થઇ રહ્યા છે.જો આપ સ્ટોક ખરીદશો તો તેનું વળતર માત્ર 5 ટકા છે.

સિન્ડિકેટ બેંકની જેમ અન્ય પીએસયુ બેંકના સ્ટોક્સની સ્થિતિ પણ નબળી છે. જો કે આગામી સયમાં બેથી ત્રણ વર્ષના રોકાણ ટાર્ગેટ માટે બેંક શેર્સ બેસ્ટ ઓપ્શન બની રહેશે.

English summary
PSU Banking Stocks May Be the Best Stocks to Give Returns in 2015.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X