ખેલાડીઓ પર પૈસાનો વરસાદ, વાંચો કોના પર છે કઈ કંપની મહેરબાન
દેશમાં અત્યાર સુધી એવી જ માન્યતા હતી કે માત્ર ક્રિકેટર્સને જ મોટો કોન્ટ્રાક્ટ મળી શકે છે. પરંતુ દેશની સ્ટાર શટલર પીવી સિંધુએ આ માન્યતા તોડી છે. સિંધુએ એક કંપની સાથે 50 કરોડનો કરાર કર્યો છે. ક્રિકેટ સિવાયના ખેલાડીએ કરેલો આ દેશનો સૌથી મોટો કરાર છે. પરંતુ એવું નથી કે અન્ય ગેમ્સના ખેલાડીઓને આવા કરાર નથી મળતા. કરાર મળે છે, પરંતુ ક્રિકેટર્સ જેટલા પૈસા નથી મળતા. પરંતુ સિંધુના આ કરારથી આશા છે કે હવે અન્ય ગેમ્સના ખેલાડીઓ પર પણ પૈસાનો વરસાદ થશે. તો જાણીએ કયા ખેલાડીઓ કઈ કંપની સાથે કરાર કરી રહ્યા છે.
પરોપકાર કરવામાં મુકેશ અંબાણી પણ ટોચ પર, જાણો કેટલું દાન કર્યું

આ છે સિંધુ સાથે કરાર કરનારી કંપની
ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રજત પદક વિજેતા સિંધુ એક મોટો કોન્ટ્રાક્ટ કરનારી પહેલી બિનક્રિકેટર છે. સિંધુએ તાજેતરમાં જ ચીનની સ્પોર્ટ્સ બ્રાન્ડ લી નિંગ સાથે 4 વર્ષનો 50 કરોડનો કોન્ટ્રાક્ટ કર્યો છે. આ પહેલા કિદામ્બી શ્રીકાંતને પણ એક કંપનીએ 4 વર્ષના કોન્ટ્રાક્ટ માટે 35 કરોડ ઓફર કર્યા હતા. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ બંને બેડમિન્ટન ખેલાડી ભૂતકાળમાં ચીનની બ્રાન્ડ યોનેક્સ સાથે પણ કરાર કરી ચૂક્યા છે. તો સામે સાયના નેહવાલ પણ એક માત્ર મહિલા બેડમિન્ટન ખેલાડી છે, જે કેલોગ, આયોડેક્સ, ફોર્ચ્યુન તેલ, ટોપ રેમન અને NECC સાથે કરાર કરી ચૂકી છે.

મૅરીકોમને પણ મળ્યા હતા કરોડો
મહિલા બોક્સ મૅરીકૉમ પણ કરોડોની કમાણી કરનાર બિનક્રિકેટર્સની યાદીમાં સામેલ છે. છ વખત વર્લ્ડ ચેમ્પિયન રહી ચૂકેલી મૅરી કૉમ ગત વર્ષે સપ્ટેમ્બરમાં જ BSNL સાથે 2 વર્ષનો કરાર કરી ચૂકી છે.

હિમા દાસ સાથે એડીડાસનો કરાર
એશિયાડ અને વર્લ્ડ યૂ20ની ચેમ્પિયન સ્ટાર એથ્લીટ હિમા દાસે પણ ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં એડિડાસ સાથે કરાર કર્યો હતો. આસામની ખેલાડી આ ઉપરાંત યોનો, SBIની ડિજિટલ બેન્કિંગ પ્લેટફોર્મ અને એડવલાઈસની પણ બ્રાન્ડ એમ્બેસેડર છે. સાથે જ તે યુનિસેફની બ્રાન્ડ એમ્બેસેડર બનનાર પહેલી ભારતીય ખેલાડી છે.

વધુ કમાણી કરવામાં ક્રિકેટર્સ છે આગળ
ક્રિકેટર્સ પણ કરાર કરી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી 17 કરોડ ડૉલરની બ્રાન્ડ વેલ્યુ સાથે સતત બીજા વર્ષે દેશના સૌથી મોંઘા સેલિબ્રિટી રહ્યા છે. વિરાટે ફેબ્રુઆરી 2017માં સ્પોર્ટસનો સામાન બનાવતી કંપની પૂમા સાથે 110 કરોડનો કોન્ટ્રાક્ટ કર્યો હતો. આ કોન્ટ્રાક્ટ લગભગ 8 વર્ષનો છે. આ ઉપરાંત કોહલી વોરાંગ, મુવએકોસ્ટિક્સ, યૂયુમ, ટિસોટ, માન્યવર, રૉયલ ચેલેન્ડ, અમેરિકન ટૂરિસ્ટર, બૂસ્ટ એનર્જી ડ્રિંક, MRF ટાયર્સ, ઉબર ઈન્ડિયા, રેમિત 2 ઈન્ડિયા અને ફિલિપ્સના પણ બ્રાન્ડ એમ્બેસેડર છે.

આ છે ધોનીના કોન્ટ્રાક્ટ
ધોનીએ ઈટાલિયન લક્ઝરી સ્પોર્ટ્સ બનાવતી કંપની પનેરીએ સાથે ડિસેમ્બર 2018માં કોન્ટ્રાક્ટ કર્યો હતો. હાલ ધોની આ કંપનીના ભારતના બ્રાન્ડ એમ્બેસેડર છે.

મંધાના છે એલ્કાનની બ્રાન્ડ એમ્બેસેડર
ભારતીય મહિલા સ્ટાર ક્રિકેટર સ્મૃતિ મંધાના પણ ડિસેમ્બરથઈ એલ્કોનની બ્રાન્ડ એમ્બેસેડર બની છે.

આજે પણ છે સચિનની માગ
તો દિગ્ગજ ક્રિકેટર સચિન તેન્ડુલકર નિવૃત્તિના વર્ષો બાદ પણ બ્રાન્ડ એમ્બેસેડરની રેસમાં છે. સચિન પેપ્સી, બૂસ્ટ, એડિડાસ, એપોલો ટાયર્સ, લ્યૂમિનસ પાવર, ટૂ બ્લુ અને NECC સાથે કરાર કરી ચૂક્યા છે.