નવી નોટો છાપીને અર્થવ્યવસ્થાને બચાવી શકાય છે, રઘુરામ રાજને આપ્યા સૂચનો
કોરોના વાયરસના વધતા સંક્રમણને રોકવા માટે ભારતમાં 17 મે સુધી લૉકડાઉનનુ એલાન કરવામાં આવ્યુ છે. આ લૉકડાઉન ક્યાં સુધી ચાલુ રહેશે તેના પર હજુ કંઈ કહી શકાય નહિ. લૉકડાઉનના કારણે દેશની અર્થવ્યવસ્થાને ઘણુ નુકશાન થઈ રહ્યુ છે. આ આર્થિક મંદીને પહોંચી વળવા માટે આરબીઆઈના પૂર્વ ગવર્નર રઘુરામ રાજને કેન્દ્ર સરકારને મોનિટાઈઝેસનના સૂચન આપ્યા છે. સાથે જ આના પર એક બ્લૉગ પણ લખ્યો છે.
રઘુરામ રાજને પોતાના બ્લૉગમાં લખ્યુ કે કેન્દ્ર સરકારને વર્તમાન સમયમાં અર્થતંત્રની ચિંતા કરવી જોઈએ. આ દરમિયાન બધા ખોટા ખર્ચા રોકી દેવા જોઈએ. સરકારનુ બધુ ફોકસ માત્ર અને માત્ર જરૂરી ખર્ચા પર હોવુ જોઈએ. આનાથી આ સંકટની ઘડીમાં સરકારને મદદ મળશે. તેમણે આગળ લખ્યુ કે સરકારે રાજકોષીય નુકશાનનુ ધ્યાન રાખવુ જોઈએ. આ દિશામાં મુદ્રીકરણમાં કોઈ રીતની મુશ્કેલી ન આવવી જોઈએ. મોનિટાઈઝેશન(નોટોનુ છાપકામ) ક્યારેય પર બહુ મોટો ફેરફાર સાબિત નથી થયુ. એક નિશ્ચિત સીમા સુધી આ વિકલ્પને અપનાવવામાં કોઈ મુશ્કેલી નથી થતી. સરળ ભાષામાં આને સમજીએ તો રઘુરામ રાજનના જણાવ્યા મુજબ એક નક્કી સીમા સુધી સરકાર નવા નોટોનુ છાપકામ કરી શકે છે.
રાજનના જણાવ્યા મુજબ દેશે પહેલા પણ આર્થિક તંગીના દોરમાં આવુ કર્યુ છે. તેમણે કહ્યુ કે વિષમ પરિસ્થિતિઓમાં મોનિટાઈઝેશન સ્થિર હોય છે અર્થાત ના તો આનાથી નુકશાન થસે અને ના આ ગેમ ચેન્જર છે. તેમના જણાવ્યા મુજબ આનાથી દેશની આર્થિક સમસ્યાઓ નહિ ઉકેલાય. માત્ર સરકારને થોડી મદદ મળશે. તેમણે ચેતવણી આપીને કહ્યુ કે જો સરકારે ખોટી રીતે આનો ઉપયોગ કર્યો તો મોટી મુશ્કેલી ઉભી થઈ શકે છે.
આ પણ વાંચોઃ હર્બલ કંપનીના બે કર્મચારીઓએ કર્યો કોરોનાની દવા બનાવવાનો દાવો, પીતા જ જીવ ગયો