• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રેલવે બજેટ 2015: જાણો પ્રભુ શું લઇને આવ્યા છે આપના માટે

|

નવી દિલ્હી, 26 ફેબ્રુઆરી: દેશના કેન્દ્રીય રેલ મંત્રી સુરેશ પ્રભુ લોકસભામાં રેલવે બજેટ રજૂ કરવા જઇ રહ્યા છે. આ બજેટ દેશના દરેક નાગરિક સાથે જોડાયેલ છે. આ બજેટ એશિયાના સૌથી મોટા રેલ નેટવર્કનું છે. અમે આપના માટે અહીં લાઇવ અપડેટ લઇને આવ્યા છીએ. બજેટ ભાષણના લાઇવ અપડેટ માટે આ પેજને રિફ્રેસ કરતા રહો.

સવારે 11.34 વાગ્યે રેલવે મંત્રી સુરેશ પ્રભુ અને રેલવે રાજ્ય મંત્રી મનોજ સિન્હા રેલવે ભવનથી નીકળીને સંસદ ભવન આવી પહોંચ્યા હતા. હવે તેઓ 12 વાગ્યે રેલવે ભાષણની શરૂઆત કરશે.

12 વાગ્યાને 10 મિનિટે રેલવે મંત્રીએ પોતાના બજેટ ભાષણની શરૂઆત કરી. જેના મુખ્ય અંશો આ પ્રમાણે છે...

 • સુરેશ પ્રભુએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મને ખૂબ જ મોટી જવાબદારી સોંપી છે.
 • રેલવે વડાપ્રધાન મોદીની પ્રાથમિકતા છે.
 • રેલવેમાં ઓછું રોકાણ કરવામાં આવ્યું છે.
 • રેલવેની ગતિમાં વધારો કરવી એ અમારી પ્રાથમિકતા છે.
 • આવનારા પાંચ વર્ષોમાં રેલવેમાં સુધાર કરવામાં આવશે, અને તેની ગતિમાં વધારો થશે.
 • સ્વચ્છતા, સુવિધા અને સુરક્ષા પર ભાર રહેશે.
 • મેક ઇન ઇન્ડિયા અને ડિજીટલ ઇન્ડિયાનો ભાગ બનશે રેલવે.
 • સ્કિલ ઇન્ડીયાનો પણ ભાગ બનશે રેલવે.
 • રેલવે બજેટમાં 2030 વર્ષ સુધીના લક્ષ્યને ધ્યાનમાં રખાયો છે.
 • આવનારા પાંચ વર્ષોમાં 8.5 કરોડનું રોકાણ કરવાનું આયોજન છે.
 • અમારા ચાર લક્ષ્યો છે- સ્વચ્છતા, સુરક્ષા, આધુનિકરણ
 • રેલવે ભાડામાં વધારો કરવામાં નહીં આવે- સુરેશ પ્રભુ.
 • 17 હજાર બાયો ટોયલેટને લગાવવામાં આવશે.
 • સ્ટેશન અને ગાડીઓની સફાઇ માટે નવા વિભાગ બનાવવામાં આવશે.
 • મુસાફરો માટે 138 નંબર હેલ્પલાઇનનો રાખવામાં આવ્યો છે.
 • 182 ટોલ ફ્રી નંબર જે સુરક્ષા સંબંધી માટે રહેશે
 • સ્માર્ટફોનમાં અનારક્ષિત ટિકિટની સુવિધા
 • 108 ગાડીઓમાં ઇ-કેટરીનની સુવિધા
 • મહિલાઓના ડબ્બામાં સીસીટીવી કેમેરા રાખવામાં આવશે.
 • પરંતુ તેમની ગુપ્તતાનો પણ ખ્યાલ રાખવામાં આવશે.
 • ટ્રેન આવ્યાના 15 મિનિટ પહેલા તેમના મોબાઇલ પર એસએમએસ મળી જશે.
 • સવારી ડબ્બામાં વધારો કરવામાં આવશે, જેથી રિઝર્વેશન સૌને મળી રહે.
 • 4 મહિના પહેલા જ ટિકિટ બુકિંગ થઇ શકશે
 • ગર્ભવતી મહિલાઓ માટે લોઅર સીટ માટેનો કોટા
 • આરામદાયક મુસાફરી માટે સીટોમાં વધારો થશે.
 • 400 સ્ટેશનો પર વાઇ-ફાઇની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે
 • 10 સ્ટેશનો પર સેટેલાઇટ રેલવે ટર્મિનલ
 • શતાબ્દીમાં ઓનબોર્ડ મનોરંજનની સુવિધા
 • પ્રમુખ સ્ટેશનો પર પિકઅપ પોઇન્ટની સુવિધા
 • અરુણાચલ પ્રદેશ અને દિલ્હીની વચ્ચે સીધી ટ્રેનની સુવિધા.
 • અન્ય ભાષાઓ માટે પણ ઇ-ટિકિટ સેવાઓ
 • સારા ભોજન માટે કિચન બેઝમાં વધારો કરવામાં આવશે.
 • જનરલ ડબ્બામાં પણ મોબાઇલ ચાર્જરની સુવિધા
 • પ્રમુખ સ્ટેશનો પર વ્હિલચેરની સુવિધા મળશે.
 • અપર બર્થ માટે આરામદાયક સીઢીયો બનાવવામાં આવશે
 • 6,600 કિલોમીટર રેલવે લાઇનનું વિદ્યુતીકરણ કરવામાં આવશે
 • 9 કોરીડોર પર 160થી 200 કિમીની ગતિથી દોડશે ટ્રેનો
 • મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેઇન પર 3 મહિનામાં રીપોર્ટ દાખલ કરવામાં આવશે.
 • અત્યાર સુધી રેલવે દુર્ધટનાઓમાં જે લોકો માર્યા ગયા છે તેમના પ્રત્યે હું મારી સંવેદનાઓ વ્યક્ત કરુ છું.
 • અકસ્માતોમાં ઘટાડો કરવા માટે નવીન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
 • બીએચયુ અને આઇઆઇટીમાં રેલવે ટેકનોલોજી માટે રિસર્ચ કરવામાં આવશે.
 • નોર્થ-ઇસ્ટથી રેલવે નેટવર્કમાં વધારો થશે
 • ખેડૂતો માટે કારગો સેંટર ખોલવામાં આવશે
 • બીએચયુમાં માલવીયના નામ પર રિસર્ચ સેંટર ખોલવામાં આવશે.
 • મુંબઇમાં લોકલ એસી ટ્રેન ચાલશે
 • દિલ્હી મેઘાલયા વચ્ચે સીધી ટ્રેન સેવા
 • સૂચનો માટે 'કાયાકલ્પ' સમિતિની રચના કરવામાં આવશે.
 • 3438 માનવ રહિત ફાટકને દૂર કરવામાં આવશે.
 • જ્યાં ફાટક નહીં હોય ત્યાં ટ્રેન આવતા પહેલા એલાર્મ વાગશે.
 • કર્મચારીઓના સ્વાસ્થ્યમાં સુધાર આવે તે માટે પણ પ્રયાસો કરીશું.
 • પ્રવાસીઓ માટે ગાંધી સર્કીટ બનાવવામાં આવશે.
 • અતુલ્ય ભારત માટે અતુલ્ય ટ્રેન.

     રેલ મંત્રી સુરેશ પ્રભુ સવારે 10.45 વાગ્યે રેલવે ભવન જવા માટે રવાના થયા. અત્રે રેલ રાજ્ય મંત્રી મનોજ સિન્હા પણ આવી પહોંચ્યા છે.

     સવારે 9.30 વાગ્યે રેલ રાજ્ય મંત્રી મનોજ સિન્હાએ બજેટ પહેલા મીડિયાકર્મીઓને મીઠાઇ વહેંચી અને જણાવ્યું કે ભાડું નહીં વધારવામાં આવે. સામાન્ય મુસાફરોને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવશે. સામાન્ય મુસાફરોની સાથે મહિલાઓની સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવશે.

     મનોજ સિન્હાએ જણાવ્યું કે રેલવે નેટવર્ક પર સરકાર ગંભીર છે. સરકાર ટ્રેનોમાં સાફ સફાઇને લઇને પણ ગંભીર છે. તેમણે જણાવ્યું કે ભાડામાં વધારો થશે કે ઘટાડો એ તો બજેટ ભાષણમાં જ ખબર પડશે, પરંતુ સરકારે મુસાફરોનો ખ્યાલ રાખ્યો છે. દેશની જનતાના હિતમાં બજેટ છે.

     English summary
     Railway Minister Suresh Prabhu is presenting Rail Budget 2015 in Parliament today. Here are the Live updates of Narendra Modis rail.
     ઝડપી સમાચાર અપડેટ
     Enable
     x
     Notification Settings X
     Time Settings
     Done
     Clear Notification X
     Do you want to clear all the notifications from your inbox?
     Settings X
     We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more