રામ મંદિર ઉત્તરપ્રદેશ પ્રવાસનને નવી ઉંચાઈએ લઈ જઈ શકે છે, જાણો શું કહે છે આંકડા?

અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ધાટન થઈ ગયુ છે. રામ મંદિરને લઈને ઉત્તર પ્રદેશને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે. મંદિરને કારણે ઉત્તર પ્રદેશ પ્રવાસનને મોટો ફાયદો થઈ શકે છે.

એસબીઆઈના એક અહેવાલ અનુસાર, અયોધ્યામાં રામ મંદિર અને અન્ય પ્રવાસન યોજનાઓથી ઉત્તર પ્રદેશની ટેક્સ આવકમાં 20,000-25,000 કરોડનો વધારો થઈ શકે છે.

Ram Temple

21 જાન્યુઆરીના અહેવાલમાં રાજ્યને કેન્દ્રની પિલગ્રિમેજ રિજુવેનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઇવ યોજનાનો મોટો લાભ મળી રહ્યો છે. બજેટ મુજબ ઉત્તર પ્રદેશની પોતાની ટેક્સ આવક નાણાકીય વર્ષ 2024માં 2.5 લાખ કરોડ થવાની ધારણા છે.

SBIના અહેવાલ અનુસાર, અંદાજ છે કે રાજ્યમાં પ્રવાસી ખર્ચ 2022ની સરખામણીમાં આ વર્ષે બમણો થશે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પૂર્ણ થવા અને યુપી સરકાર દ્વારા પર્યટનને પ્રોત્સાહન આપવા માટે લેવામાં આવેલી પહેલને જોતાં અમે માનીએ છીએ કે યુપીમાં પ્રવાસીઓ દ્વારા આ વર્ષના અંત સુધીમાં કુલ ખર્ચ 100 ટકા સુધી પહોંચી જશે અને 4 લાખ કરોડનો આંકડો પાર કરી શકે છે.

2022માં સ્થાનિક પ્રવાસીઓએ આશરે 2.2 લાખ કરોડનો ખર્ચ કર્યો હતો, જ્યારે વિદેશીઓએ રાજ્યમાં 10,000 કરોડનો ખર્ચ કર્યો હતો. 2022માં અયોધ્યામાં 2.21 કરોડ પ્રવાસીઓ નોંધાયા હતા.

અહેવાલમાં જણાવાયું છે કે આધ્યાત્મિક પર્યટનમાં વધારો થવાથી યુપીમાં પ્રવાસન લેન્ડસ્કેપમાં પરિવર્તન આવ્યું છે અને તેને પરિણામે ભૌતિક અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો થયો છે, સુલભ કનેક્ટિવિટી અને મુસાફરીમાં નોંધપાત્ર વધારો થયો છે.

આર્થિક અને સામાજિક-આર્થિક માપદંડો પર રાજ્યના પ્રયાસોની પ્રશંસા કરતાં અહેવાલમાં જણાવાયું છે કે ઉત્તર પ્રદેશ FY28માં ભારત 5 ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની જતાં 500 બિલિયન ડોલરનો આંકડો પાર કરે તેવી શક્યતા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X