For Quick Alerts
For Daily Alerts
રતન તાતા બનશે એરએશિયાના મુખ્ય સલાહકાર
નવી દિલ્હી, 17 જૂન : બજારમાં સસ્તી એરલાઇન્સ તરીકે એન્ટ્રી કરનાર એરએશિયા ઇન્ડિયાએ ઉદ્યોગપતિ રતન તાતાને કંપનીના મુખ્ય સલાહકાર બનાવવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ આશા વ્યક્ત કરી છે કે રતન તાતા જેવા અનુભવી બિઝનેસમેનને કંપની સાથે સાંકળવાથી ઘણો ફાયદો થશે. કંપનીએ જણાવ્યું કે જ્યારે પણ ભારતમાં એરએશિયા ચાલુ થઇ જશે તો ચેરમેનનું નામ પણ જાહેર કરી દેવામાં આવશે.
કંપની પ્રમુખ ટોની ફર્નેન્ડિસે ટ્વિટ કર્યું છે કે એરએશિયા સામાન્ય જનતાને નેનોની યાત્રા કરાવશે. એનો અર્થ છે કે કંપની જનતાને સસ્તામાં હવાઇ સેવા ઉપલબ્ધ કરાવશે તેમણે આગળ લખ્યું છે કે રતન તાતા દરેક પ્રકારે અનુભવી છે અને કંપનીમાં તાતા સન્સની 30 ટકાની ભાગીદારી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી જ એરએશિયા પોતાના સંચાલનને લઇને મુશ્કેલીઓ વેઠી રહી છે, પરંતુ હવે એવિએશન મિનિસ્ટર અજિત સિંહે કંપનીની બધી મુશ્કેલી હલ કરી લીધી છે. મંત્રાલયે બે દિવસો પહેલા કંપનીને સંચાલન માટે લીલીઝંડી આપી દીધી છે.