• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

બિઝનેસ વર્લ્ડના 'રતન' કહેશે 'ટાટા', સાઇરસ સંભાળશે કમાન

By Kumar Dushyant
|

મુંબઇ, 28 ડિસેમ્બર: ટાટા સમૂહની પારંપરિક ઔદ્યોગિક કુટુંબમાંથી 100 અરબ ડોલરના આધુનિક વૈશ્વિક ઉદ્યોગ સમૂહમાં ફેરવનાર ટાટા સમૂહના ચેરમેન રતન ટાટા શુક્રવારે સેવા નિવૃત થઇ રહ્યાં છે. ટાટા શુક્રવારે 75 વર્ષ પુરા કરીને ટાટા સમૂહની કમાન 44 વર્ષીય સાઇરસ મિસ્ત્રીને સોંપશે. સાઇરસ મિસ્ત્રીને ગત વર્ષે ટાટા સમૂહના ઉત્તરાધિકારી તરીકે પસંદ કરવામાં આવ્યાં હતા. આ મહિનાની શરૂઆતમાં તેમને ઐપચારિક રીતે ટાટા સમૂહના ચેરમેન તરીકે નિમવામાં આવશે.

રતન ટાટાએ('બિઝનેસ ટાયકૂન' રતન ટાટાની દસ ઉપલ્બધિઓ) જેઆરડી ટાટા સમૂહની કમાન સંભાળ્યા બાદ 21 વર્ષ સુધી ચેરમેન પદ વિના નેતૃત્વ પ્રદાન કર્યું. તો ટાટા સન્સમાં 18 ટકાની ભાગદારી ધરાવનાર શપૂરજી પલોનજી પરિવારના સભ્ય સાઇરસ મિસ્ત્રીની પસંદગી પાંચ સભ્યોની ટીમ દ્રારા કરવામાં આવી હતી. રતન ટાટાના કાર્યકાળમાં ટાટા સમૂહની આવકમાં કેટલાય ટકાનો વધારો થઇને 2011-12માં કુલ 100.09 અરબ ડોલર (અંદાજે 4,75,721 કરોડ રૂપિયા) પહોંચી ગઇ જે 1971માં લગભગ 10,000 કરોડ રૂપિયા હતી.

ટાટા સમૂહને એક બહુરાષ્ટ્રીય ઉદ્યોગમાં ફેરવાના દ્રષ્ટિકોણ સાથે રતન ટાટાના નેતૃત્વમાં ટાટા સમૂહે વિદેશમાં કેટલીક કંપનીઓને ખરીદી લીધી. જેમાં 2000માં બ્રિતાનવી બ્રાંડ ટેટલીને 45 કરોડ ડોલમાં ખરીદી હતી. રતન ટાટાએ વૈશ્વિક અધિગ્રહણના મુદ્દે ભારતીય ઉદ્યોગ જગતમાં નવા રેકોર્ડ સ્થાપિત કર્યા. ટાટા સ્ટીલે 2007માં બ્રાજીલની સીએસએનનો માત આપતાં કોરસને 6.2 અરબ પાઉન્ડમાં અધિગ્રહણ કરી. આ અધિગ્રહણના એક વર્ષબાદ ટાટા સમૂહની ટાટા મોર્ટસે 2.3 અરબ ડોલરમાં જગુઆર લેંડ રોવરનું અધિગ્રહણ કર્યું.

ટાટાએ સામાન્ય લોકોના કારના સપનાને સાકાર કરવા માટે લખટકિયામં નેનો કાર રજૂ કરી. જોકે સપના પુરા કરવા માટે કંપનીએ પશ્વિમ બંગાળના સિંગૂરમાં જમીન ખરીદીની સમસ્યાને કારણે ત્યાંથી ખસવું પડ્યું હતું. અંતે ટાટા સમૂહે આ પ્રોજેક્ટને સિંગૂરથી ગુજરાતના સાણંદમાં લાવવાનો નિર્ણય કર્યો. રતન ટાટાના નેતૃત્વમાં ટાટા સમૂહે 90ના દાયકામાં આઇટી ક્ષેત્રમાં પગલાં માંડ્યા અને આજે ટાટા કન્સલ્ટેન્સી સર્વિસીઝ (ટીસીએસ) ભારતની સૌથી મોટી આઇટી કંપની છે.

ટાટા સમૂહ સાથે પોતાના લાંબાગાળાના સફરને કંઇક નવું શિખવાની યાત્રા ગણાવી છે અને સાથે તેમને કહ્યું હતું કે સમય સમય પર અમારે ઘણી નિરાશાઓનો સામનો કરવો પડ્યો છે તેમ છતાં મે મૂલ્યો અને નૈતિક માનકોને ટકાવી રાખવાનો પ્રયત્ન કર્યો છે. તેમને કહ્યું હતું કે એ વાત લઇને હું સંતુષ્ટ છું કે મને જે સાચું લાગ્યું તેને કરવાનો પુરતો પ્રયત્ન કર્યો છે. સેવાનિવૃતિ બાદની યોજના અંગે રતન ટાટાએ કહ્યું હતું કે તે ટેકનોલોજી પ્રત્યે તેમનો જૂનૂન છે, સમય ગુજારશે. તે પોતાના પિયાનો પરથી ધૂળ સાફ કરીને તેને ફરીથી વગાડવા લાયક બનાવશે અને વિમાન ઉડાડવાનો શોક પુરો કરશે. આ ઉપરાંત પરોપકારી કામોમાં ધ્યાન આપશે.

English summary
Ratan Tata retire on Friday ending a 50-year run in one of India's oldest business empires.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more