
RBI એલર્ટ: ભૂલથી પણ આ એપ ડાઉનલોડ કરશો નહીં, ખાલી થઇ જશે તમારું બેન્ક ખાતું
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ બેંક ખાતાધારકો માટે એલર્ટ જારી કર્યો છે. આ એલર્ટ તમારા પૈસાથી સંબંધિત છે. આરબીઆઇએ ખાતાધારકોને એક મોબાઇલ એપ્લિકેશન વિશે એલર્ટ કર્યા છે. આ મોબાઇલ એપ્લિકેશન્સ ખાતાધારકોના બેંક બેલેન્સને મિનિટોમાં ખાલી કરી શકે છે. આરબીઆઇએ તેમના એલર્ટમાં ખાતાધારકોને આ એપને ડાઉનલોડ ન કરવાની સલાહ આપી છે.
આ પણ વાંચો: ચિપ વાળા ATM કાર્ડના ચક્કરમાં ખાતામાંથી નીકળી ગયા લાખ રૂપિયા

આ એપ્લિકેશનને ભૂલથી પણ ડાઉનલોડ કરશો નહીં
આરબીઆઈએ લોકોને સલાહ આપી છે કે કોઈપણ AnyDesk (એનીડીસ્ક) ડાઉનલોડ ન કરો. કેન્દ્રીય બેંકે સ્પષ્ટપણે કહ્યું છે કે જો તમે આ એપ્લિકેશન ડાઉનલોડ કરો છો તો તમારું બેંક એકાઉન્ટ મિનિટોમાં ખાલી થઇ શકે છે. આરબીઆઇએ તેને લઈને ચેતવણી જારી કરે છે. આ સંદર્ભમાં ચેતવણી આપી છે કે AnyDesk એ એક સૉફ્ટવેર છે જે તમારા મોબાઇલ અથવા લેપટોપ દ્વારા બેંક એકાઉન્ટ સાથે વ્યવહાર કરી શકે છે.

RBI એ ચેતવણી આપી છે
ભારતીય રિઝર્વ બેંકે આ એપ્લિકેશન ડાઉનલોડ ન કરવા માટે ચેતવણી આપી છે. ચેતવણી આપતી વખતે, RBI એ કહ્યું કે એનીડેસ્ક એપ્લિકેશન ડાઉનલોડ કર્યા પછી, તમે તમારા પોતાના ડિવાઇસ પર નિયંત્રણ રાખી શકતા નથી. એપ્લિકેશન દ્વારા સાયબર અપરાધી મોબાઇલ અને લેપટોપ ડિવાઇસમાં તમારા બેંક એકાઉન્ટ સુધી પહોંચે છે અને મિનિટોમાં તમારા બેંક એકાઉન્ટને ખાલી કરી શકે છે.

હેકરો ખાલી કરી દેશે એકાઉન્ટ
આ એપ્લિકેશનની મદદથી હેકર્સ વિશ્વમાં ગમે ત્યાં બેસીને તમારા ડિવાઇસને રિમોટલી ઍક્સેસ કરીને તમારા એકાઉન્ટને ખાલી કરી શકે છે. UPI દ્વારા થતા કપટના તાજેતરના કિસ્સાઓ પછી આરબીઆઇએ આ ચેતવણી આપી દીધી છે.
આ AnyDesk એપ્લિકેશનની મદદથી હેકર્સને વપરાશકર્તાઓના ડિવાઇસ પર 9 અંકોનો એપ કોડ જનરેટ કરે છે અને સાઇબર અપરાધી કોલ કરી વપરાશકર્તા પાસે તે કોડ બેંકના નામ પર માંગે છે. જો તમે આ કોડ હેકરોને આપો છો, તો તે સરળતાથી તમારા એકાઉન્ટમાં ફ્રોડ કરી અને તમને મિનિટોમાં ચૂનો લગાવી શકે છે. આ કોડ મેળવ્યા પછી તેઓ તમારા ઉપકરણ પરની બધી માહિતીને સરળતાથી ઍક્સેસ કરી શકે છે.