RBIનું એલાન, 3 મહિના માટે મોરેટોરિયમ વધાર્યું, EMIમાં રાહત
નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ તમામ લોનધારકોને મોટી રાહત આપી છે. રિઝર્વ બેંકે મોરેટોરિયમને ત્રણ મહિના આગળ વધારવાનું એલાન કર્યું છે. અઘાઉ રિઝર્વ બેંકે ત્રણ મહિનાનું મોરેટોરિયમ આપ્યું હતું, પરંતુ હવે તેને વધારી કુલ છ મહિનાનું કરી દીધું છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે આનું એલાન કરતા કહ્યું કે અમે મોટેરિયમને ત્રણ મહિના માટે આગળ વધારી રહ્યા છીએ. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના એલાન બાદ જે લોકોએ ઘર, ગાડી, વગેરે માટે લોન લઈ રાખી છે અને તેઓ હાલ લોનનો હફ્તો ના ચૂકવી શકે તેમને મોટી રાહત મળી છે.

પહેલા 3 મહિનાનું એલાન કર્યું હતું
અગાઉ 27 માર્ચે શક્તિકાંત દાસે કહ્યું હતું કે બધા કૉમર્શિયલ બેંક, જેમાં ક્ષૈત્રીય ગ્રામીણ બેંક, નાના નાણાકીય બેંક, સ્થાનિક બેંક સામેલ છે, કો ઓપરેટિવ બેંક, ઑલ ઈન્ડિયા ફાઈનેન્શિયલ ઈન્સ્ટિટ્યૂશન, એનબીએફસીને આની મંજૂરી આપવામાં આવે છે કે તેઓ ત્રણ મહિના માટે લોનના હફ્તા પર માર્ચ 2020થી મોરેટોરિયમ આપી શકે છે. જેને આજે વધારીને ત્રણ મહિના કરી દેવામા આવ્યું છે.

શું છે EMI મોરેટોરિયમ
આરબીઆઈએ ઈએમઆઈ પેમેન્ટમાં ત્રણ મહિનાની રાહત આીપી છે. જેનો મતલબ છે કે ત્રણ મહિના સુધી તમારે ઈએમઆઈ ચૂકવવી નહિ પડે. લૉકડાઉન જેવી સ્થિતિથી પસાર થઈ રહેલા ગ્રાહકો જો ત્રણ મહિના સુધી પોતાની લોનની ઈએમઆઈ ચૂકવવા નથી માંગતા તો ેંક તમારા પર પેનલ્ટી નહિ લગાવે. મોરાટોરિયમ એ અવધિને કહેવામાં આવે છે જે દરમિયાન તમે લીધેલ લોન પર ઈએમઆઈની ચૂકવણી નથી કરવી પડતી. તમે આને ઈએમઆઈ હૉલીડેના રૂપમાં સમજી શકો છો. બેંકો તરફથી આવા પ્રકારની રજૂઆત એટલા માટે કરવામાં આવે છે, જેથી લેણદારને અસ્થાયી નાણાકીય કઠણાઈનો સામનો કરવામાં અને તેનાથી બહાર આવવામાં મદદ મળે.

આ સુવિધાનો લાભ કોણ ઉઠાવી શકે
જો તમે બેંક પાસેથી હોમ લોન, ઓટો લોન, પર્સનલ લોન, ખેતીવાડીની લોન જેવી કોઈ લોન લીધી હોય તો આ ઈએમઆઈ મોટેરિયમનો લાભ ઉઠાવી શકો છો. 1 માર્ચ 2020થી પહેલા ટર્મ લોન લેનાર તમામ ગ્રાહકો આની રાહતનો લાભ ઉઠાવી શકે છે. આનાથી વધારાના તમામ કૃષિ ઋણ અને બેંકની સતત આજીવિકા પહેલાની જેમ ણાઈક્રોફાઈનાન્સ ગ્રાહક પણ આ સુવિધાનો લાભ ઉઠાવી શકે છે. જ્યારે આનો લાભ કોર્પોરેટ અને એસએમઈ ગ્રાહકોને પણ આપવામાં આવ્યો છે.
અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાના પ્રયત્નો, રેપો રેટમાં 40 પોઈન્ટનો ઘટાડો