For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBI અને સરકાર વચ્ચે આ મુદ્દે થયું સમાધાન, માર્કેટમાં કેશ ફ્લો વધશે

RBI અને સરકાર વચ્ચે આ મુદ્દે થઈ સાઠગાંઠ, કેશ ફ્લો વધશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મોદી સરકારે રિઝર્વ બેંક પાસેથી રિઝર્વ ફંડની માગણી કર્યા બાદ RBI અને સરકાર વચ્ચે અણબન બની ગઈ હતી, રિઝર્વ બેંકના ગવર્નર ઉર્જિત પટેલે રિઝર્વ ફંડ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી જ્યારે સરકાર કોઈપણ કાળે માનવા તૈયાર ન હતી, જે બાદ આજે સાંજે સરકાર સાથે રિઝર્વ બેંકની બૉર્ડ મીટિંગ મળી હતી. જેમાં નક્કી કરવામાં આવ્યું કે સેન્ટ્રલ બેંક સરકારી બોન્ડ્સની ખરીદી કરીને માર્કેટમાં 8000 કરોડ રૂપિયા ઉમેરશે.

urjit patel

ઉર્જિત પટેલ અને મોદી સરકાર વચ્ચે થયેલ વિવાદના મુખ્ય કારણોમાંનું એક કેશ ફ્લોમાં વધારો કરવાની માગણી પણ હતું. સરકાર અને રિઝર્વ બેંક વચ્ચે જે મુદ્દે ટકરાવ થયો તે મુદ્દે ચર્ચા કરવા માટે ઉર્જિત પટેલ, તેમના ચાર ડેપ્યૂટી અને 13 અન્ય સભ્યો સાથે બેઠક મળી હતી. બેઠક બાદ મળેલી પ્રેસ કોન્ફરન્સમાં રિઝર્વ બેંકે કહ્યું કે પહેલેથી જ કાર્યરત પેનલ કે કમિટિ દ્વારા આ મુદ્દાઓનું નિરિક્ષણ કરવામાં આવશે. જો કે સેન્ટ્રલ બેંકે પોતાનું રિઝર્વ ફંડ સરકારને સોંપવું જોઈએ કે નહિ તે મુદ્દાને ચકાસવા ખાતર એક નવી કમિટિની રચના કરવામાં આવશે.

જણાવી દઈએ કે સરકાર અને રિઝર્વ બેંક દ્વારા સંયુક્ત રીતે આ કમિટિની રચના કરવામાં આવશે. બીજી બાજુ રાજ્ય સંચાલિત બેંકો પર લાદવામાં આવેલ સરળ ધિરાણ નિયંત્રણોનો મુદ્દો બોર્ડ ઑફ ફાઈનાન્સિયલ સુપરવિઝન દ્વારા તપાસવામાં આવશે. એવી રીતે જ RBI બોર્ડે એ પણ સલાહ આપી છે કે MSMEના ધિરાણકર્તાઓની તાણયુક્ત માનક સંપત્તિના પુનર્ગઠન માટેની યોજનાને ધ્યાનમાં લેવી જોઈએ. તેથી રિઝર્વ બેંકની બોર્ડની મીટિંગમાં આ જ વિવાદાસ્પદ મુદ્દે સંપૂર્ણપણે રિઝોલ્યુશન સુધી પહોંચ્યો હોવાનું જણાય છે કે માર્કેટમાં રોકડ પ્રવાહમાં વધારો થશે. રિઝર્વ બેંકે જાહેરાત કરી છે કે માર્કેટમાં રોકડ વધારવા કાજે રિઝર્વ બેંક 8000 કરોડના સરકારી બોન્ડ ખરીદશે.

ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંકમાં સરકારનો હસ્તક્ષેપ જાહેર થયાના થોડા દિવસો બાદ એટલે કે આજે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની બેઠક મળી હતી. 27મી ઓક્ટોબરે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ડેપ્યૂટી ગવર્નર વિરલ આચાર્યએ ચેતવણી આપતાં સરકાર આરબીઆઈની કામગીરીમાં હસ્તક્ષેપ કરી રહી હોવાનું નિવેદન આપ્યું હતું.

મુંબઈની એક ઈવેન્ટમાં વિરલ આચાર્યએ કહ્યું હતું કે 'જે સરકારો બેંકોની સ્વતંત્રતાને માન આપતી નથી, તે ટૂંક સમયમાં જ માર્કેટમાં ઉથલપાથલ લાવી દેશે, આર્થિક આગ લગાવશે અને એક નિયમનકારી સંસ્થાને નબળી પાડી દેશે.' વિરલ આચાર્યની આ કોમેન્ટ્સના થોડા દિવસો બાદ ઉર્જિત પટેલ અને સરકાર વચ્ચેનો વિવાદ ઉજાગર થયો હતો.

સરકાર કેટલાક નિયમોમાં બદલાવ કરવા માગતી હતી જેથી કરીને બેંક સહેલાયથી ધિરાણ આપી શકે, ત્યારે આ મુદ્દાએ આગ પકડી હતી. ઉપરાંત સરકાર ઈચ્છતી હતી કે રિઝર્વ બેંક માઈક્રો, સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઈઝિસને શ્રેષ્ઠ ક્રેડિટ ફ્લોની ખાતરી કરાવવામાં મદદ કરે.

વધુ એક મહત્વનો મુદ્દો હતો કે સરકારે માગણી કરી હતી કે રિઝર્વ બેંક સરકારને વધારાનું રિઝર્વ ફંડ આપે. આ બધા મુદ્દાઓ પર સરકારની વિનતીઓને પગલે ઉર્જિત પટેલની અનિચ્છા જોવા મળી રહી હતી. બાદમાં RBI એક્ટની સેક્શન 7નું આહવાન કરીને આરબીઆઈ વિરુદ્ધ સરકારી તણાવને મર્યાદિત કરવામાં આવ્યા, અગાઉ આઝાદ ભારતના ઈતિહાસમાં આવું કંઈ કરવામાં નહોતું આવ્યું. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની કલમ સાતે સરકારને સમયે સમયે જરૂરી દિશા નિર્દેશ કરવાની મંજૂરી આપે છે. આ વિભાગની સંપૂર્ણ અસરો અજાણ રહે છે.

આ પણ વાંચો- વિશેષ રણનીતિ હેઠળ ભાજપ હાઈકમાન્ડે પોતાના ત્રણે સીએમને આપ્યા ફ્રી હેન્ડ

English summary
RBI blinks first in marathon meeting with government, will increase cash flow
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X