For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હોમ લોન માટે RBIએ ઘડ્યા નવા નિયમો

|
Google Oneindia Gujarati News

rbi
મુંબઇ, 5 સપ્ટેમ્બર : રિઝર્વ બેન્‍ક ઓફ ઇન્‍ડિયા (આરબીઆઇ)એ એક નોટિફિકેશન બહાર પાડીને રિયલ્‍ટી સેક્‍ટરને એક જોરદાર ઝટકો આપ્‍યો છે. આરબીઆઇએ બેન્‍કોને સલાહ આપતાં કહ્યું હતું કે એમણે અધૂરા રિયલ્‍ટી પ્રોજક્‍ટો પર હોમ લોન ન આપવી જોઇએ, જ્‍યારે પ્રોજેક્‍ટ પૂરો થાય પછી જ બેન્‍કોએ લોન આપવી જોઇએ.

આમ આ નોટિફિકેશનને કારણે હાલમાં રિયલ્‍ટી સેક્‍ટરમાં પોપ્‍યુલર થયેલી 20:80 અને 25:75 સ્‍કીમો સામે આરબીઆઇએ લાલ આંખ કરી છે. આરબીઆઇએ કહ્યું છે કે અધુરા પ્રોજેકટ માટે હોમ લોન આપવી જોખમ ભરેલુ છે. હોમ લોન આપતી વખતે કન્‍સ્‍ટ્રકશનની સ્‍થિતિ સમજવી જરૂરી છે. કન્‍ટ્રકશનની સ્‍થિતિને આધારે હોમ લોન આપવી જોઇએ.

હાલમાં કેટલાક બિલ્‍ડરો અને ડેવલપરો વિવિધ બેન્‍કો સાથે મળીને ઇનોવેટિવ હાઉસિંગ લોન-સ્‍કીમો બહાર પાડી રહ્યા છે. જે 20:80 અને 25:75 સ્‍કીમો તરીકે પોપ્‍યુલર છે. આ સ્‍કીમોમાં કન્‍સ્‍ટ્રકશનના વિવિધ સ્‍ટેજને ધ્‍યાનમાં લીધા વિના જ લોન આપવામાં આવે છે અને એક નિશ્ચિત રકમ બિલ્‍ડર કે ડેવલપરને મળી જાય છે.

આ રકમ બિલ્‍ડરને મળે છે, પણ એ લેનારી વ્‍યક્‍તિના નામે વ્‍યાજ ચડતું જાય છે. જો બિલ્‍ડર દ્વારા કામ અટકે તો આવી લોનની વસૂલાત કરવાનું મુશ્‍કેલ થઇ શકે છે. ભવિષ્‍યમાં આ મૃદ્દે બેન્‍કનું જોખમ પણ વધી શકે અમે છે એથી આવી લોન પણ કન્‍સ્‍ટ્રકશનના સ્‍ટેજને આધારે આપવી જોઇએ.

English summary
RBI formed new rules for home loan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X