નોટબંધીના 125 દિવસ પછી, ખાતા ગ્રાહકો માટે આવ્યા સારા ખબર!

Posted By:
Subscribe to Oneindia News

નોટબંધીના 125 દિવસ પછી 13 માર્ચથી બચત બેંક ખાતા ગ્રાહકો બેંકમાંથી ઇચ્છે તેટલા રૂપિયા નીકાળી શકશે. મૌદ્રિક સમીક્ષાની નીતિ દરમિયાન આરબીઆઇ એ કહ્યું કે 20 ફેબ્રુઆરીથી બચત બેંક ખાતા ગ્રાહક પોતાના બેંક ખાતામાં 50,000 રૂપિયા નીકાળી શકશે. અને તે પછી 13 માર્ચે તે ઇચ્છે તેટલા રૂપિયા નીકાળી શકશે. નોંધનીય છે કે આ પહેલા 3 ફેબ્રુઆરીએ ભારતીય રિર્ઝવ બેંકે ખાતા ગ્રાહકોને રાહત આપી હતી. 3 ફેબ્રુઆરીથી જાહેર કરાયેલા આદેશ મુજ ચાલુ ખાતા ગ્રાહક બેંકમાંથી એક વીકમાં 1 લાખ રૂપિયાથી વધુ નાણાં નીકાળી શકાશે.

notes


નોંધનીય છે કે હવે સપ્તાહમાં 24,000થી વધુ નીકાળવા પર જે પ્રતિબંધ હતો તેને દૂર કરવામાં આવ્યો છે. સાથે જ આરબીઆઇએ તમામ બેંકોને કહ્યું છે કે તે ડિઝિટલ પેમેન્ટને ફોકસ કરી લોકો વધુ અને વધુ ડિઝટલ પેમેન્ટ કરે તે માટે તેમને પ્રોત્સાહિત કરે. નોંધનીય છે કે નોટબંધી પછી આરબીઆઇએ બચત બેંક ખાતા ગ્રાહકો અને ચાલુ ખાતા ગ્રાહકો માટે સમય સીમા નિર્ધારીત કરી હતી.


પહેલા પ્રતિદિવસ ખાલી 4000 રૂપિયા નીકાળવાની છૂટ હતી. તે પછી તે છૂટ 4500 રૂપિયા પ્રતિદિન માટે કરવામાં આવી. તે પછી 10,000 રૂપિયા અને હાલમાં જ 24,000 રૂપિયા પ્રતિ સપ્તાહ કરવામાં આવ્યું હતું. ત્યારે હવે જ્યારે 13 માર્ચથી આ પ્રતિબંધ સંપૂર્ણ પણે દૂર થશે તો અનેક લોકોને આનાથી રાહત રહેશે. ખાસ કરીને જેમને ત્યાં લગ્નપ્રસંગ જેવા મોટા કાર્યક્રમના આયોજન કરવાના હશે તેમના માટે આ સમાચાર ખરેખરમાં ખુશીના સમાચાર બની જશે.

English summary
RBI says From 13 March there will be no limit on cash withdrawal from savings bank accounts.
Please Wait while comments are loading...