For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાર્ડથી શોપિંગ કરી મળવો ફાયદો, RBIએ નિયમ બદલ્યા

કાર્ડથી શોપિંગ કરતા ગ્રાહકો માટે આરબીઆઇ લાવે છે એક સારા સમાચાર. આરબીઆઇએ કહ્યું છે કે તે એમડીઆરમાં ફેરફાર કરશે જેનાથી વેપારી અને ગ્રાહક બંન્નેને લાભ થશે. જાણો આ અંગે વધુ અહીં

By Chaitali
|
Google Oneindia Gujarati News

જો તમે કાર્ડથી વસ્તુઓની શોપિંગ કરો છો તો તમારા માટે એક સારા ખબર છે. નવા વર્ષથી ડેબિટ અને ક્રેડિટ કાર્ડની શોપિંગ સસ્તી થશે. આરબીઆઇ એ ડિઝિટલ પેમેન્ટને પ્રોત્સાહન આપવા માટે મર્ચેટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે એમડીઆરને લઇને દેશના વેપારીઓને મોટી રાહત આપી છે. આ રાહત પછી સામાન્ય લોકોને પણ તેનો ફાયદો મળશે. આરબીઆઇ એ મોનેટરી પોલિસ રિવ્યૂ પર જણાવ્યું કે ડિઝિટલ પેમેન્ટને આનાથી બૂસ્ટ મળશે. ત્યારે આ અંગે વિગતવાર જાણો અહીં...

RBI

ટેક્સ

જ્યારે પણ કોઇ બેંક કોઇ વેપારીથી કાર્ડ પેમેન્ટ સેવા માટે લે છે તો તેને મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ કહે છે. મોટાભાગના વેપારી એમડીઆર ફિસનો ભાર ગ્રાહક પર નાંખે છે. આ સમયે દેશમાં બેંક મર્ચેન્ટ પ્રત્યેક ટ્રાંજેક્શન માટે 1.50 થી લઇને 1.75 ટકા સુધી વસૂલે છે. જો કોઇ આરબીઆઇ મર્ચેન્ટ ડિસકાઉન્ટ આપે છે તો તેનો સીધો ફાયદો લોકોને થશે.

Shopping

વેપારીઓથી વસૂલાત

આરબીઆઇ એમડીઆરની વસૂલાત માટે વેપારીઓને બે શ્રેણીમાં રખાય છે. જે વેપારીની લેવડ દેવડ 20 લાખ પ્રતિવર્ષથી વધુ હોય તે મોટા વેપારીઓની શ્રેણીમાં આવે છે. જે વેપારીઓની લેવડ દેવડ 20 લાખની ઓછી હોય તે નાના વેપારીઓમાં આવે છે.

Card

MDRમાં બદલાવ

પ્રાપ્ત જાણકારી મુજબ નવા ચાર્જ હેઠળ એક હજાર રૂપિયાથી ઓછાની લેવડ દેવડ પર 2.50 લેવામાં આવશે. 1 થી 2 હજારની લેવડ દેવડ પર પાંચ રૂપિયા અને બે હજારની લેવડ દેવડ પર નવ રૂપિયા લાગશે. આરબીઆઇએ કહ્યું છે કે એમડીઆરમાં બદલાવથી ડેબિટ કાર્ડનો ઉપયોગ વધશે અને તેનાથી જોડાયેલા એકમો માટે બિઝનેસ સસ્ટેનેબિલિટી સુનિશ્ચિત થશે.

English summary
RBI gift for news year for card payment shoping. Read more here.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X