For Quick Alerts
For Daily Alerts
વડાપ્રધાન મોદી અને RBI ગવર્નર રાજન વચ્ચે મુલાકાત
નવી દિલ્હી, 2 જૂન : RBIની નાણાકીય પોલિસીની સમીક્ષાને ધ્યાનમાં લઇને આજે RBIના ગવર્નર રઘુરામ રાજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. કહેવામાં આવે છે કે આ મુલાકાતમાં વાયાપક આર્થિક સ્થિતિ અને કિંમતમાં વધારા અંગે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.
એક સરકારી નિવેદન અનુસાર 'રાજને આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત યોજી હતી. આ શિષ્ટાચાર મુલાકાત હતી.' રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વિમાસીક નાણાકીય નીતિની સમીક્ષા મંગળવારે, 3 જૂન, 2014ના રોજ કરવાની છે. મોદી દ્વારા વડાપ્રધાન પદનો કાર્યભાર સંભાળ્યા બાદ આ પ્રથમ સમીક્ષા હશે.
ઉલ્લેખનીય છે કે રઘુરામ રાજને પાછલા સપ્તાહે નવા નાણાપ્રધાન અરૂણ જેટલી સાથે મુલાકાત યોજી હતી અને જણાવ્યું હતું કે તેમની પ્રાથમિકતા વધતી જતી મોંધવારીને અટકાવવાની રહેશે.