For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાઃ RBI ગવર્નરે કરી અપીલ, ‘રોકડ લેવડ-દેવડ નહિ માત્ર ડિજિટલ પેમેન્ટ કરો'

આરબીઆઈ તરફથી લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તે ડિજિટલ બેંકિંગનો ઉપયોગ લેવડ-દેવડ માટે કરે નહિ કે રોકડનો.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસ સામે લડવા માટે ભારત સરકાર દરેક સંભવ કોશિશ કરી રહી છે. લોકોને ઘરોમાં રહેવાની અપીલ કરી રહી છે અને કડકાઈથી સોશિયલ ડિસ્ટંસીંગનુ પાલન કરવા કહી રહી છે. તમામ સરકારી સંસ્થાઓ આ બાબતે પોતાના તરફથી કોશિશ કરી રહી છે જેથી લોકોને સંક્રમણા જોખમ સામે જાગૃત કરી શકાય. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયા પણ લોકને સંક્રમણથી બચાવવા માટે અલગ અલગ રીતો સૂચવી રહી છે. આરબીઆઈ તરફથી લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તે ડિજિટલ બેંકિંગનો ઉપયોગ લેવડ-દેવડ માટે કરે નહિ કે રોકડનો.

રોકડનો ઉપયોગ ન કરો

રોકડનો ઉપયોગ ન કરો

રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે કોરોના વાયરસના કારણે દેશ સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. એવામાં અમે લોકોને અપીલ કરી રહ્યા છે કે તે ઘરમાં જ રહે અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરે. આના માટે લોકો ક્રેડિટ કાર્ડ,ડેબિટ કાર્ડ અને મોબાઈલ એપનો ઉપયોગ કરે. ગવર્નરે કહ્યુ કે ડિજિટલ ચૂકવણી દ્વારા તમે સુરક્ષિત રહી શકશો. તમે લોકો રોકડાનો ઓછામાં ઓછો ઉપયોગ કરો. જેટલુ સંભવ હોય એટલુ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, મોબાઈલ એપનો ઉપયોગ ચૂકવણી માટે કરો.

દેશભરમાં લૉકડાઉન

દેશભરમાં લૉકડાઉન

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસના કારણે આખા દેશમાં લૉકડાઉન છે પરંતુ આ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો પોતાના ઘરે જવા નીકળી પડ્યા છે. લકોની ભારે ભીડ દિલ્લીમાં જમા છે. દિલ્લી-રાજસ્થાન અને હરિયાણા વગેરેથી યુપી અને બિહાર જતા મજૂરોનુ પલાયન ચાલુ છે. તમામ પ્રયાસો બાદ પણ હજારોની સંખ્યામાં પ્રવાસી શ્રમિકો ભૂખ્યા-તરસ્યા ઘર વાપસી માટે માઈલો સુધી પગ ચાલીને જઈ રહ્યા છે. આ દરમિયાન છેલ્લા ત્રણ દિવસમાં એક લાખ લોકો ઉત્તર પ્રદેશ પહોંચ્યા છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અધિકારીઓને નિર્દેશ આપ્યા છે કે આ લોકોને ક્વૉરંટાઈનમાં રાખવામાં આવે.

લાખો લોકોને ક્વૉરંટાઈમાં રાખવામાં આવશે

લાખો લોકોને ક્વૉરંટાઈમાં રાખવામાં આવશે

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યુ છે કે છેલ્લા ત્રણ દિવસોમાં એક લાખ લોકો દેશના અલગ અલગ રાજ્યોથી રાજ્યમાં પહોંચ્યા છે. આ બધા લોકોના નામ, સરનામા અને મોબાઈલ નંબર જિલ્લાધિકારીઓને આપવામાં આવ્યા છે અને તેમનુ મોનિટરીંગ કરવામાં આવી રહ્યુ છે. મુખ્યમંત્રીએ આ બધા લોકોને ક્વૉરંટાઈનમાં રાખવા અને તેમને જમવા સાથે અન્ય જરૂરી વસ્તુઓ પૂરી પાડવાના નિર્દેશ આપ્યા છે.

આ પણ વાંચોઃ કોરોનાઃ દુનિયામાં દર્દીઓની સંખ્યા 6.66 લાખને પાર, ચીનમાં મૃતકોની સંખ્યા વધીઆ પણ વાંચોઃ કોરોનાઃ દુનિયામાં દર્દીઓની સંખ્યા 6.66 લાખને પાર, ચીનમાં મૃતકોની સંખ્યા વધી

English summary
RBI governor Shaktikanta Das appeals to o people to use digital mode to not dont use less currency.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X