For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBIએ રેપો રેટમાં ફરી 0.25 ટકાનો વધારો કર્યો

|
Google Oneindia Gujarati News

rbi
નવી દિલ્હી, 29 ઓક્ટોબર : રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આજે ત્રિમાસિક નાણા નીતિની સમક્ષી કરતા રેપો રેટમાં વધારો કર્યો છે. આ અંગેની જાહેરાત કરતા ગવર્નર રઘુરામ રાજને પ્રેસ કોન્ફરેન્સમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. રેપો રેટ હવે 7.75% થઈ ગયો છે.

જ્યારે રિવર્સ રેપો રેટ પણ વધારીને 6.75 ટકા થઇ ગયો છે. આરબીઆઇએ કેશ રિઝર્લ રેશિયો (સીઆરઆર)માં કોઇ ફેરફાર કર્યો નથી, તે 4 ટકા પર સ્થિર છે. એસએલઆર 23 ટકા છે. ત્યારે માર્જીનલ સ્ટેન્ડિંગ ફેસિલિટીમાં 0.25%નો ઘટાડો કર્યો છે, જે હવે 8.75% થઇ ગયો છે. સાથો સાથ 7 અને 14 દિવસના રેપો વિન્ડોમાંથી મળી રહેલી મૂડીને વધારી દીધી છે. એનડીટીએલને 0.25 ટકાની જગ્યાએ હવે બેન્ક 0.5 ટકા જ લોન મેળવી શકશે. આરબીઆઇએ મ્યુચ્યુઅલ ફંડ માટે રેપો વિન્ડો બંધ કર્યો છે.

રાજને નાણાંકીય વર્ષ 2014ના બીજા છ માસિકમાં ગ્રોથમાં સુધારો આવવાની આશા વ્યક્ત કરી છે. વર્ષના અંત સુધીમાં જીડીપી દર વધીને 5 ટકા થઇ શકે છે. આ સાથે જ રઘુરામ રાજને આગામી સમયમાં ફૂગાવાનો દર વધવાની આશંકા વ્યક્ત કરી છે. રિટેલ મોંઘવારી દર 9 ટકાની સપાટી પર રહેવાની ધારણા વ્યકત કરી છે.

English summary
RBI hikes interest rates again by 0.25 precent
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X