For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2000 ની ફાટેલી નોટોનું શું થશે? RBI એ રિફંડ માટે જણાવ્યા આ નિયમો

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે ફાટેલી નોટોને બદલવા માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. બેંક 200 અને 2000 રૂપિયાની ગંદી અને ફાટેલી નોટને બદલવાનો ઇન્કાર કરી શકતી નથી.

|
Google Oneindia Gujarati News

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે ફાટેલી નોટોને બદલવા માટેના નિયમોમાં ફેરફાર કર્યો છે. બેંક 200 અને 2000 રૂપિયાની ગંદી અને ફાટેલી નોટને બદલવાનો ઇન્કાર કરી શકતી નથી. નાણા મંત્રાલયે આ સંદર્ભમાં સૂચના આપી દીધી છે. રિઝર્વ બેંકએ પણ નોટ રિફંડ રુલ 2009માં કરેલા આ મહત્વપૂર્ણ ફેરફારોને તાત્કાલિક લાગુ કરવા માટે તમામ બેંકોને સૂચનો જારી કર્યા છે. સેન્ટ્રલ બેંક, રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (નોટ રિફંડ) નિયમ 2009 માં સુધારો કરતા કહ્યું કે મહાત્મા ગાંધી(નવી) શૃંખલામાં ફાટેલી નોટને બદલવામાં લોકોની સુવિધા માટે આ પગલું લેવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે નિયમો અનુસાર માત્ર 1, 2, 5, 10, 20, 50, 100, 500, 1000 રૂપિયાની નોટો બદલવાની જોગવાઈ હતી.

અડધા મૂલ્ય અથવા સંપૂર્ણ મૂલ્ય પર બદલી શકાય છે

અડધા મૂલ્ય અથવા સંપૂર્ણ મૂલ્ય પર બદલી શકાય છે

નોટની સ્થિતિ પર અડધા મૂલ્ય અથવા સંપૂર્ણ મૂલ્ય પર તેને બદલી શકાય છે. રિઝર્વ બૅન્ક (નોટ રીફંડ) નિયમ 2009 માં સુધારો કરતી વખતે કેન્દ્રીય બેંકે જણાવ્યું હતું કે નવી શ્રેણીમાં ફાટેલી નોટને બદલવા માટે લોકોની સુવિધા માટે આ પગલું લેવામાં આવ્યું છે.

નોટની સંપૂર્ણ ચુકવણી માટે આટલું હોવું જરૂરી છે

નવી સિરીઝની નોટો જૂની સિરીઝની સરખામણીમાં નાની છે. રિઝર્વ બેન્કએ જણાવ્યું હતું કે, 50 રૂપિયા અને તેનાથી વધારે મૂલ્યની નોટની બાબતમાં સંપૂર્ણ મૂલ્યની ચુકવણી માટે નોટના ન્યુનતમ ક્ષેત્રની જરૂરતના આધારે પણ નિયમોમાં બદલાવ કરવામાં આવ્યા છે. 50 રૂપિયાથી ઓછી મૂલ્યની ફાટેલી નોટના સંપૂર્ણ મૂલ્યની ચુકવણી ત્યારે જ થશે જયારે નોટના કુલ ક્ષેત્રના ઓછામાં ઓછા 40 ટકા હોય.

આરબીઆઇ અધિનિયમની કલમ 28 હેઠળ

જો કે નોટ ફેરફારનો કાયદો આરબીઆઇ અધિનિયમની કલમ 28 હેઠળ આવે છે. આમાં નોટબંધી પહેલાં જે રીતે ફાટેલી અથવા ગંદી નોટોને બદલવા માટે મંજૂરી આપવામાં આવી હતી. નોટબંધી પછી રિઝર્વ બેંકે અત્યાર સુધી તેમાં કોઈ સુધારા કર્યા નથી. જ્યારે સુધારેલા નિયમોમાં 200 અને 2000 રૂપિયાની નોટ બદલવાની જોગવાઈને જોડી દીધી છે. ઉપરાંત 1000 રૂપિયાની નોટ બદલવા માટેની જોગવાઈ દૂર કરવામાં આવી છે. યાદ અપાવી દઈએ કે 2000 રૂપિયાની નોટો નવેમ્બર 2016 ની નોટબંધી પછી જારી કરવામાં આવી હતી. સપ્ટેમ્બર 2017 પછી 200 રૂપિયાની નોટો જારી કરવામાં આવી છે. આ મુદ્દાથી સમગ્ર દેશમાં લોકો મુશ્કેલીમાં છે. કાયદાના અભાવને કારણે બેંકો લોકોની નોટો બદલી શકતી નથી.

English summary
After the ban, the Reserve Bank of India has made changes in the rules related to the notes
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X