આ છ બેન્કમાંથી લોન લેવા પર પ્રતિબંધ લગાવી શકે છે RBI
ભારતીય રિઝર્વ બેન્ક, બેન્કો વિરુદ્ધ કડક પગલા લેવાની તૈયારી કરી રહી છે. હવે RBI 6 વધુ બેન્કોને પ્રોમ્પટ કરેક્ટિક એક્શન (PCA) કેટેગરીમાં મૂકી શકે છે. જો આવું થયું તો તમે આ બેન્ક પાસેથી લોન નહીં મેળવી શકો, કારણ કે આ કેટેગરીને બેન્ક લોન નથી આપી શક્તા. ઈકોનોમિક્સ ટાઈમ્સના એહવાલ મુજબ આ લિસ્ટમાં દેશની મોટી બેન્કોમાં સામેલ પંજાબ નેશનલ બેન્ક પણ હોઈ શકે છે. એવું મનાય છે કે RBIના આ નિર્ણયથી નાણા મંત્રાલયની નબળી બેન્કોના દેવાને મજબૂત બેન્કોને વેચવાની યોજના પણ અટકી શકે છે.

આ બેન્ક નહીં આપી શકે લોન
RBIના અધિકારીઓના જણાવ્યા મુજબ PCA કેટેગરીમાં જનાર બેન્કમાં પંજાબ નેશનલ બેન્ક, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા અને સિંડિકેટ બેન્ક જેવી મોટી બેન્કોના નામ છે. જો આગામી એક મહિનામાં આ બેન્કો PCA કેટેગરીમાં જશે તો આવી બેન્કોની સંખ્યા 17 થઈ જશે. જણાવી દઈએ કે ગત મહિને RBIએ અલ્હાબાદ બેન્કને આ કેટેગરીમાં મૂકી હતી. આ ઉપરાંત બેંકને રેટિંગ વગરની તેમજ હાઈ રિસ્ક કેટેગરીની લોન ઓછા કરવા પણ જણાવી દેવાયું છે. તો દેના બેન્કને પણ નવી લોન આપવા મનાઈ કરી દેવાઈ છે.

મળી શકે છે છૂટ
ઈકોનોમિક્સ ટાઈમ્સે પોતાના અહેવાલમાં કહ્યું છે કે નાણા મંત્રાલયના અધિકારીઓના મત મુજબ છ બેન્કોનું પ્રદર્શન બધા જ માપદંડોમાં ખરાબ નથી. એટલે બની શકે છે કે RBI આ બેન્કોને કોઈ છૂટ આપે. જો આ બેન્કોને પીસીએ કેટગરીમાં નહીં મૂકાય તો તેમના સારા દેવાને વેચવાની સરકારની યોજના સફળ થઈ શકે છે.

સરકાર અને RBIએ બેન્ક સાથે કરી વાત
અહેવાલ અનુસાર સરકાર અ રિઝર્વ બેન્કે આ બેન્કો સાથે વાત પણ કરી છે. બેન્કોને ભરોસો છે કે આગામી ત્રણ માસમાં તેઓ પોતાની બેડ લોન રિકવર કરી લેશે હાલ જો RBI આ બેન્કોને પીસીએમાં મૂકીને કેટલાક પ્રતિબંધ મૂકે તો પરિસ્થિતિ સુધરવી મુશ્કેલ બનશે.

નહીં વધે બ્રાંચની સંખ્યા
તમને જણાવી દઈએ કે RBI ભલે આ બેન્કોને છૂટ આપે, પરંતુ પીસીએ કેટેગરીમાં આવવાથી લોન આપવા પર પ્રતિબંધ લાગે છે. સાથે જ બેન્ક પોતાની બ્રાંચની સંખ્યા પણ નહીં વધારી શકે તેમણે ડિવિડન્ટ પેમેન્ટ પણ અટકાવી દેવું પડશે. લોન આપવા પર અનેક શરતો લાગી જાય છે. તો જરૂર પડ્યે રિઝર્વ બેન્ક ઓડિટ અને રિસ્ટ્રક્ચરિંગનો આદેશ પણ આપી શકે છે.

આ બેન્કો છે PCA કેટેગરીમાં સામેલ
પીસીએ કેટગરીમાં અત્યાર સુધીમાં અલ્હાબાદ બેન્ક, યુનાઈટેડ બેન્ક ઓફ ઈન્ડિયા, કોર્પોરેશન બેન્ક, IDBI બેન્ક, યુકો બેન્ક, બેન્ક ઓફ ઈન્ડિયા, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન ઓવરસીઝ બેન્ક, ઓરિયેન્ટલ બેન્ક ઓફ કોમર્સ, દેના બેન્ક અને બેન્ક ઓફ મહારાષ્ટ્ર સામેલ છે. આ બેન્કો પર પણ લોન આપવા અને બ્રાંચ વધારવા પર પ્રતિબંધ છે.