RBIનુ અનુમાન - ત્રીજા અને ચોથા ત્રિમાસિકમાં પ્લસમાં રહેશે GDP ગ્રોથ
નવી દિલ્લીઃ લૉકડાઉનના કારણે દેશની અર્થવ્યસ્થા પાટા પરથી ઉતરી ગઈ હતી. જેના કારણે છેલ્લા બે ત્રિમાસિક ગાળામાં જીડીપી ગ્રોથ રેટ માઈનસમાં રહ્યો. એવામાં હજુ પણ દેશમાં આર્થિક મંદીનુ જોખમ બનેલુ છે. આ દરમિયાન ભારતીય રિઝર્વ બેંકે જલ્દી અર્થવ્યવસ્થામાં સુધારાની વાત કહી છે. સાથે જ અનુમાન લગાવ્યુ છે કે વર્તમાન નાણાકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ગ્રોથ રેટ પ્લસમાં આવી જશે. ત્યારબાદ ચોથા ત્રિમાસિકમાં વધુ સુધારો થશે.

ગ્રામીણ માંગમાં ઝડપથી સુધારો
ભારતીય રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યુ કે અમે નાણાકીય ક્ષેત્રની સ્થિરતાને જાળવી રાખવા માટે પ્રતિબદ્ધ છે અને તેને કરવા માટે જે પણ જરૂરી હશે તે અમે કરીશુ. 2021 માટે રિયલ જીડીપી ગ્રોથ માઈનસ 7.5 ટકા અનુમાનિત છે. વર્તમાન સમયમાં ગ્રામીણ માંગમાં ઝડપથી સુધારો થઈ રહ્યો છે એવામાં આશા વ્યક્ત કરાઈ રહી છે કે જલ્દી શહેરી માંગ પણ વધશે. તેમણે આગળ કહ્યુ કે આરબીઆઈને અનુમાન છે કે ત્રીજા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ +0.1ટકા અને ચોથા ત્રિમાસિકમાં +0.7 ટકા રહેવાની આશા છે.

રેપો રેટમાં ફેરફાર નહિ
શક્તિકાંત દાસના જણાવ્યા મુજબ મૌદ્રિક નીતિ સમિતિએ એકમતથી પૉલિસી રેપો રેટને કોઈ ફેરબદલ વિના 4 ટકા રાખવા માટે વોટ કર્યુ છે. આના કારણે એમએસએફ રેટ અને બેંક રેટ પણ કોઈ ફેરફાર વિના 4.25 ટકા છે. વળી, રિવર્સ રેપો રેટ પણ કોઈ ફેરફાર વિના 3.35 ટકા છે. તેમણે કહ્યુ કે મૌદ્રિક નીતિ સમિતિ(એમપીસી)નુ માનવુ છે કે બંપર ખરીદીની કિંમતોથી ઠંડીના મહિનામાં મુદ્રાસ્ફીતિને રાહત મળશે. આ ઉપરાંત એમપીસીએ એ નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી જરૂરી હશે મૌદ્રિક નીતિના સમાયોજન સાથે સ્ટેન્ડ ચાલુ રહેશે.

ક્યારે આવે છે આર્થિક મંદી?
જ્યારે કોઈ દેશનો જીડીપી ગ્રોથ સતત ત્રણ માસ માઈનસમાં રહે ત્યારે એ દેશમાં આર્થિક મંદી માનવામાં આવે છે. અત્યાર સુધીના ઈતિહાસમાં ભારતમાં ક્યારેય આર્થિક મંદી આવી નથી. આરબીઆઈના અનુમાન મુજબ જો ઓક્ટોબરથી ડિસેમ્બરવાળા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ પ્લસમાં આવે તો આર્થિક મંદીનુ જોખમ ટળી જશે.
Monetary Policy: RBIનો નિર્ણય, રેપો રેટમાં કોઈ ફેરફાર નહિ