આખરે મોદી સરકારને મળ્યું RBIનું સરપ્લસ, 1.76 લાખ કરોડ રૂપિયા આપવાનો ફેસલો
ભારતીય રિઝર્વ બેંકે કેન્દ્ર સરકારને 1.76 લાખ કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવાનો ફેસલો લધો છે. સોમવારે રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની કેદ્નીય બોર્ડની બેઠકમાં સરકારને કરવામાં આવનાર હસ્તાંતરણની રકમ પર ફેસલો લેવામાં આ્યો છે. આરબીઆઈ બોર્ડે આ ફેસલો આરબીઆઈના પૂર્વ ગવર્નર વિમ જાલાનની અધ્યક્ષતામાં રચાયેલ સમિિના એ રિપોર્ટ કપર કર્યો છે જેમાં સરકારને કેન્દ્રીય બેંકની આરક્ષિત નિધિ અને તેના લાભ ટ્રાન્સફર કરવા સંબંધિત ભલામણ કરવામાં આવી છે.
જાલાન સમિતિના રિપોર્ટ પર વિચાર કર્યા બાદ આરબીઆઈ બોર્ડની બેઠકમાં આરબીઆઈના 1,76,051 કરોડ રૂપિયા ભારત સરકારને ટ્રાન્સફર કરવાનો ફેસલો લેવામાં આવ્યો છે, જેમાં 1,23,414 કરોડ રૂપિયા નાણાકીય વર્ષ 2018-19ના અધિવેશ અને 52,637 કરોડ રૂપિયાનું અતિરિક્ત પ્રાવધાન સામેલ છે.
આરબીઆઈએ સરકારની સલાહથી કેન્દ્રીય બેંકના આર્થિક પૂંજી ફ્રેમવર્કની સમીક્ષા માટે વિમલ જાલાનની અધ્યક્ષતામાં વિશેષજ્ઞોની એક સમિતિની રચના કરી હતી. સમિતિએ પોતાનો રિપોર્ટ આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસને શુક્રવારે જ સોંપી દીધો હતો. સમિતિએ કેન્દ્રીય બેંકના નાણાકીય લચીલાપણું, બીજા દેશોની પરંપરાઓ, વૈધાનિક પ્રાવધાનો અને આરબીઆઈની સાર્વજનિક નીતિની અનિવાર્યતાની સાથોસાથ તેના પ્રભાવ અને જોખોને ધ્યાનમાં રાખતાં પોતાની ભલામણ કરી છે.
જણાવી દઈએ કે લાંબા વિવાદ અને દબાણ બાદ આ વર્ષે ફેબ્રુઆરીમાં અંતરિમ લાભાંશ તરીકે કેન્દ્ર સરકારને 28000 કરોડ રૂપિયા આપ્યા હતા. અગાઉ પણ 2019માં જ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ સરકારને 40,000 કરોડ રૂપિયાનું અંતરિમ લાભાંશ ટ્રાન્સફર કર્યું હતું. અંતિમ લાભાંશમાંથી સરકારને આ રકમ આપ્યા બાદ ચાલુ નાણાકીય વર્ષમાં સરકારને આરબીઆઈએ કુલ 68000 કરોડ રૂપિયા આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે સરપ્લસ રાશિને લઈ મોદી સરકાર દ્વારા સતત રિઝર્વ બેંક પર દબાણ બનાવવાના અહેવાલ આવતા રહ્યા છે. આ મુદ્દાને લઈ આરબીઆઈના કેટલાય વરિષ્ઠ અધિકારીઓની નારાજગીના અહેવાલ પણ પ્રકાશમાં આવી ચૂક્યા છે. રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાના ગવર્નર રહી ચૂકેલ રઘુરામ રાજન અને તેમના બાદ ઉર્જિત પટેલ અને હાલમાં જ ડેપ્યૂટી ગવર્નર વિમલ આચાર્યના કાર્યકાળ ખતમ થતા પહેલા રાજીનામું આપ્યું હોવા પાછળા કારણોમાંનું એક કારણ આ પણ જણાવવામાં આવી રહ્યું છે.
શેર બજાર: સેન્સેક્સે 800 પોઇન્ટની લાંબી છલાંગ લગાવી