For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સામે આવી 100 રૂપિયાની નવી નોટની તસ્વીર, જાણો શુ છે ખાસ?

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 100 રૂપિયાની નવી નોટની તસ્વીર રજૂ કરી છે. પહેલી વખત જાંબલી રંગની નોટો છાપવામાં આવી રહી છે. આ નવા રંગો અને નવી ડિઝાઇનની નોટો ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ 100 રૂપિયાની નવી નોટની તસ્વીર રજૂ કરી છે. પહેલી વખત જાંબલી રંગની નોટો છાપવામાં આવી રહી છે. આ નવા રંગો અને નવી ડિઝાઇનની નોટો ટૂંક સમયમાં રજૂ કરવામાં આવશે. નવી નોટની પ્રિન્ટિંગ પહેલાથી શરુ થઈ ગઈ છે. એવું માનવામાં આવે છે કે ઓગસ્ટ-સપ્ટેમ્બરથી નવી નોટો સર્ક્યુલેશનમાં આવી જશે. 100 રૂપિયાની નવી નોટ જાંબલી રંગની હશે. આરબીઆઈએ તેનો ફોટો રીલીઝ કર્યો છે. 100 રૂપિયાની નવી મહાત્મા ગાંધી શ્રેણીમાં રજુ કરવામાં આવશે. આ નોટમાં ગુજરાતની રાણીની વાવનો ફોટો લાગેલો હશે. ચાલો જાણીએ નવી નોટ વિશે ખાસ વાતો....

100 રૂપિયાની નવી નોટ

100 રૂપિયાની નવી નોટ

100 રૂપિયાની નવી નોટ જાંબલી રંગ હશે. નવી નોટનું કદ અને તેની રચના લગભગ જૂની નોટની બરાબર જ હશે. નવી નોટનીની ડિઝાઇનને જૂની 100 રૂપિયાની નોટની આસપાસ જ રાખવામાં આવી છે. નવી નોટમાં ગુજરાતની રાણીની વાવની તસ્વીર છાપવામાં આવશે. નવી નોટનું પરિમાણ 66mm x 142 mm છે. સૌથી વધુ ખાસ વાત એ છે કે નવી નોટ સર્ક્યુલેશનમાં આવ્યા પછી પણ જૂની નોટો પહેલાની જેમ જ ચલણમાં રહેશે.

નવી નોટમાં ઉમેરવામાં આવ્યા નવા ફીચર્સ

નવી નોટમાં ઉમેરવામાં આવ્યા નવા ફીચર્સ

100 રૂપિયાની નવી નોટમાં નવા ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે. નવી નોટ જાંબલી રંગની હશે. નોટની સામે દેવનાગરીમાં 100 લખેલું છે. નોટની મધ્યમાં મહાત્મા ગાંધીનો ફોટો છે. નોટના આગળના ભાગમાં નાના અક્ષરોમાં RBI, ભારત, India અને 100 રૂપિયા લખેલું છે. આ નોટમાં બાકીની નોટની જેમ જ સુરક્ષા થ્રેડ લાગેલી છે જે રંગ સીફ્ટ છે. આનો અર્થ એ છે કે જ્યારે તમે આ નોટને વાળશો તો સુરક્ષા થ્રેડનો રંગ લીલાથી વાદળી થઇ જશે.

નોટની પાછળના ફીચર્સ

નોટની પાછળના ફીચર્સ

નવી નોટોને નકલથી સુરક્ષિત કરવા માટે આરબીઆઇએ ઘણા સિક્યોરિટી ફીચર્સ ઉમેર્યા છે. એવું કહેવાય છે કે નવી નોટ સ્વદેશી શાહી અને સ્વદેશી કાગળથી છાપવામાં આવી રહી છે. નોટનીની પાછળના ભાગની વાત કરીએ તો તેની પાછળ પ્રિન્ટ વર્ષ છાપેલું છે. નોટની પાછળ સ્વચ્છ ભારતનો લોગો છે. ભારતીય ભાષાની પેનલ્સ અને સૌપ્રથમ વખત ગુજરાતના પ્રસિદ્ધ રાણીની વાવ અંકિત કરેલી છે. નોટ પર 100 દેવનાગરીમાં લખાયેલું છે.

English summary
RBI will shortly issue rs 100 denomination banknotes see first picture and its features
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X