For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બિલ્ડર એક પ્રોજેક્ટની રકમમાંથી બીજી જમીન ખરીદી શકશે નહીં

|
Google Oneindia Gujarati News

real-estate
નવી દિલ્હી, 25 માર્ચ : સરકારે રિયલ એસ્ટેટના ખરીદ વેચાણ અને ઘર ખરીદનારાઓના હિતોનું રક્ષણ કરવા માટે ટૂંક સમયમાં એક બિલ લાવવાનું નક્કી કર્યું છે. આવાર અને શહેરી ગરીબી ઉન્મૂલન મંત્રી અજય માકને રવિવારે એક સંમેલનમાં જણાવ્યું કે "અમે રિયલ એસ્ટેટ (વિનિમય અને વિકાસ) વિધેયકને ટૂંક સમયમાં કેબિનેટની સમક્ષ લાવીશું. અમને આશા છે કે આ વિધેયક આ બજેટ સત્રમાં જ પાસ થઇ જશે."

બિલની જોગવાઇઓ અનુસાર કોઇ પણ ડેવલપર કે બિલ્ડર જ્યાં સુધી તમામ જરૂરી મંજૂરીઓ મેળવી લેશે નહીં, અને વિનિયામક અધિકારી પાસે જરૂરી પુરાવાઓ રજૂ નહીં કરે ત્યાં સુધી બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન શરૂ કરી શકશે નહીં.

બિલ્ડર કન્સ્ટ્રક્શન માટેની મંજૂરી મળશે નહીં ત્યાં સુધી ત્યાં સુધી કોઇ પણ ડેવલપર ઘર ખરીદનારાઓ પાસેથી કોઇ પણ પ્રકારની રકમ વસૂલ કરી શકશે નહીં. યોજનાની મંજૂરી મળ્યા બાદ ડેવલપરોએ ખરીદદારો પાસેથી વસૂલ કરેલી રકમને એક અલગ બેંક એકાઉન્ટમાં જમા કરાવવી પડશે. આ રકમ માત્ર તે જ પ્રોજેક્ટમાં ખર્ચી શકાશે.

માકને એમ પણ જણાવ્યું કે ક્યારેક એવું બને છે કે ડેવલપર્સ ખરાદદારો પાસેથી મેળવેલી રકમને બીજા પ્રોજેક્ટ માટે જમીન ખરીદવામાં ખર્ચી નાખે છે. આ કારણે પહેલો પ્રોજેક્ટ પૂરો થવામાં વાર લાગે છે. આ કારણે ખરીદદારોને મકાન મળવામાં પણ વિલંબ થતો હોય છે. આ ઉપરાંત બિલ્ડર્સ પોતાની યોજનામાં ખરીદદારોને આકર્ષવા માટે વિદેશી બિલ્ડિંગ્સના ફોટોગ્રાફ્સ બતાવી શકશે નહીં. તેમણે પોતાની વાસ્તવિક યોજનાની ફોટો બતાવવી પડશે.

તેમણે એમ પણ જણાવ્યું કે રિયલ એસ્ટેટ માટે એક સમાન વિનિયામક કાયદો હશે. આ સાથે સંબંધિત વિવાદોનો ઉકેલ લાવવા માટે ત્વરિત અદાલતોની વ્યવસ્થા થશે. માકને જણાવ્યું કે પહેલીવાર નિયમોનું ઉલ્લંઘન કરનારને પ્રોજેક્ટની કુલ રકમના 10 ટકા દંડ પેટે ભરવાના રહેશે. બીજી વાર ઉલ્લંઘન કરશે તો જેલની સજા થશે.

English summary
Real estate bill will come soon : Minister.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X