For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિયલ એસ્ટેટમાં રોકાણ કરતા સમયે ન કરો આ 5 ભૂલ

હાલમાં રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાનો સમય ચાલી રહ્યો છે. દરેક વ્યક્તિનું સપનું હોય છે કે, તેનું પોતાનું ઘર હોય, પછી તે ફ્લેટ હોય કે ટેનામેન્ટ.

|
Google Oneindia Gujarati News

હાલમાં રિયલ એસ્ટેટમાં રોકાણ કરવાનો સમય ચાલી રહ્યો છે. દરેક વ્યક્તિનું સપનું હોય છે કે, તેનું પોતાનું ઘર હોય, પછી તે ફ્લેટ હોય કે ટેનામેન્ટ. આમ તો રિયલ એસ્ટેટમાં રોકાણ કર્યા બાદ લાંબા સમયે સારુ વળતર મળે જ છે, પરંતુ તેમ છતાંય તેમાં આવતા ઉતાર ચઢાવને નજર અંદાજ ન કરો. રિયલ એસ્ટેટમાં રોકાણ વધુ થાય છે, એટલે જોખમ પણ વધી જાય છે. એટલે ફક્ત સારુ સારુ જોઈને રોકાણ ન કરો. ચાલો જાણીએ કેટલીક એવી ભૂલો વિશે જે રિયલ એસ્ટેટમાં રોકાણ કરતા સમયે થતી હોય છે.

વ્યવસ્થિત માહિતી ન મેળવવી

વ્યવસ્થિત માહિતી ન મેળવવી

રિયલ એસ્ટેટમાં રોકાણ કરતા પહેલા તેના વિશે પૂરેપૂરી માહિતી ન લેવાથી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. એટલે જ તમે જ્યારે રિયલ એસ્ટેટમાં રોકાણ કરો ત્યારે એ ખાસ નક્કી કરી લો, તમે જે તે પ્રોપર્ટી ઘર તરીકે લઈ રહ્યા છો કે પછી બિઝનેસ માટે લઈ રહ્યા છો. રોકાણ કરતા પહેલા પ્રોપર્ટીના માલિક વિશે તમામ માહિતી મેળવી લો, અને એ પણ જાણી લો કે જે તે પ્રોપર્ટી કોઈ કાનૂની વિવાદમાં તો ફસાયેલી નથી ને.

યોગ્ય ફાઈનાન્સર પસંદ ન કરવો

યોગ્ય ફાઈનાન્સર પસંદ ન કરવો

એક વખત તમે યોગ્ય પ્રોપર્ટી પસંદ કરી લીધી, ત્યાર બાદ યોગ્ય બેન્ક અને ફાઈનાન્સર પણ મહત્વની ભૂમિકા ભજવે છે. કારણ કે ફાઈનાન્સર કે બેન્ક જ તમારું ડાઉન પેમેન્ટ, લોન અને વ્યાજ ચૂકવવામાં મદદ કરશે. તમારે કેટલું વ્યાજ ચૂકવવાનું છે અને તમારા બેન્કિંગ ટ્રાન્ઝેક્શન પણ તમારા ફાઈનાન્સર પર જ આધાર રાખે છે. સાથે જ તમારે ફિક્સ ઈન્ટરેસ્ટ રેટ જોઈએ છીએ કે પછી નેગોશિયેબલ રેટ જોઈએ છે તે પણ નક્કી કરી લો. સાથે જ EMI કેવી રીતે ગણાય છે, તે પણ જાણી લો.

પોતાનું બજેટ પ્લાન ન કરવું

પોતાનું બજેટ પ્લાન ન કરવું

પોતાના ખર્ચાને ક્યારેય નજર અંદાજ ન કરો, કારણ કે તે ગમે ત્યારે વધી શકે છે. જો તમે પોતાનું બજેટ પ્લાન નહીં કર્યું હોય તે બજેટ કરતા વધુ ખર્ચ થવાની પણ શક્યતા છે.

વધુ રકમ ચૂકવી દેવી

વધુ રકમ ચૂકવી દેવી

આવું ત્યારે બની શકે છે, જ્યારે તમને કોઈ પ્રોપર્ટી ગમી જાય અને તમે તેનો યોગ્ય ભાવ ન કરો. પ્રોપર્ટી જતી રહેવાના ડરથી તમે વધુ પૈસા આપવા પણ તૈયાર થઈ જાવ, ત્યારે તમારી EMI પર મોટી અસર પડે છે. જો તમારી લોન વધી તો આગામી સમયમાં તમારે અન્ય સુવિધાઓ સાથે સમજૂતી કરવી પડશે. ઘર ખરીદનાર લોકો હંમેશા પ્રોપર્ટીના ભાવને લઈ વધુ સતર્ક રહે છે, કેટલાક લોકો આ માટે એન્જિનિયર પણ હાયર કરે છે, જેથી પ્રોપર્ટીની યોગ્ય રકમ જાણી શકાય.

જાહેરાતો પર આંખ બંધ કરીને ભરોસો કરવો

જાહેરાતો પર આંખ બંધ કરીને ભરોસો કરવો

આપણે હંમેશા ટીવી પર આવતી જાહેરાતો, આકર્ષક હોર્ડિંગ્સ, પેપર એડ્સ અને મોટા ડિસ્કાઉન્ટ જોઈને આકર્ષિત થઈએ છીએ. આવી લાલચમાં ન આવો અને પ્રોપર્ટી વિશે તમામ માહિતી મેળવી લો. તમામ ડિસ્કાઉન્ટને સમજવાની કોશિશ કરો અને બીજી પ્રોપર્ટી સાથે સરખામણી પણ કરો.

ધ્યાન રાખો

ધ્યાન રાખો

રિયલ એસ્ટેટમાં રોકાણ કરતા પહેલા તેના વિશે તમામ માહિતી મેળવી લો, કારણ કે આગળ તમારા EMI પર અસર કરશે. જો તમે રોકાણ કરતા પહેલા પ્લાનિંગ નહીં કરો તો રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું ફાયદેમંદ સાબિત થઈ શકે છે.

English summary
Real Estate Investors Should Avoid These 5 Mistakes. Investment in real estate can give better returns when considered for long term but you should avoid these 5 mistakes.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X