Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Reciprocal tariff : શું હોય છે રેસિપ્રોકલ ટેરિફ? જાણો તે કેવી રીતે વૈશ્વિક વેપારને અસર કરે છે?

Reciprocal tariff : રેસિપ્રોકલ ટેરિફ એક પ્રકારનો ટેક્સ છે જે એક દેશ અન્ય દેશમાંથી આયાત થતા માલ પર લગાવાય છે. આ ટેરિફના અમલનો મુખ્ય હેતુ સ્થાનિક ઉદ્યોગોને સુરક્ષિત કરવો અને આંતરરાષ્ટ્રીય બજારમાં ન્યાયસંગત વેપાર જાળવી રાખવાનો હોય છે.

જો એક દેશ કોઈ અન્ય દેશના માલ પર ઉંચો ટેરિફ લાદે તો જવાબી પગલા તરીકે બીજો દેશ પણ તેના ઉત્પાદનો પર સમાન ટેરિફ લગાવી શકે છે.

Reciprocal Tariff

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત ઘણા દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લગાવ્યા છે. આ નીતિનો મુખ્ય હેતુ અમેરિકી બજારમાં સ્થાનિક ઉત્પાદકોને પ્રોત્સાહન આપવાનો છે.

ટ્રમ્પનું માનવું હતું કે કેટલાક દેશો અમેરિકન ઉત્પાદનો પર ઉંચો કર લાદે છે, જેનાથી વેપારમાં અસમાનતા સર્જાય છે. આ માટે તેણે અમેરિકા તરફથી આયાત થતા માલ પર ટેરિફ લાદીને ન્યાયસંગત વેપારનો પ્રયાસ કરવાનો દાવો કર્યો છે.

ટ્રમ્પની ટેરિફ નીતિનો સીધું પ્રભાવ માત્ર આયાતી માલ પર મોંઘવારી જ નથી પણ તે વૈશ્વિક વેપાર યુદ્ધને પણ પ્રોત્સાહન આપી શકે છે.

  • મોંઘવારીમાં વધારો - ટેરિફના લીધે આયાતી ઉત્પાદનોના ભાવ વધી શકે છે, જેનાથી ગ્રાહકો માટે આર્થિક ભારણ વધે છે.
  • ઉત્પાદનમાં ઘટાડો - કંપનીઓ માટે આયાત મોંઘી બનશે, જે સ્થાનિક ઉત્પાદનમાં ઘટાડો કરી શકે છે.
  • વેપાર યુદ્ધ - જો એક દેશ ટેરિફ લાદે તો બીજો દેશ પણ સમાન પગલાં ભરવાની શક્યતા છે, જેના કારણે વૈશ્વિક વેપાર પર નકારાત્મક અસર પડી શકે છે.
  • આર્થિક મંદી - આ ટેરિફ નીતિનો લાંબા ગાળે અર્થતંત્ર પર નકારાત્મક પ્રભાવ પડી શકે છે, ખાસ કરીને નાના અને વિકાસશીલ દેશો માટે મુશ્કેલી સર્જી શકે છે.

ટ્રમ્પે ભારત પર 27% ટેરિફ લાદીને અમેરિકી ઉત્પાદકો માટે સારૂ પગલાુ ગણાવ્યુ, પરંતુ ભારત માટે આ નિર્ણય મુશ્કેલીભર્યો સાબિત થઈ શકે છે.

રેસિપ્રોકલ ટેરિફ ભવિષ્યમાં વૈશ્વિક અર્થવ્યવસ્થા પર મોટો પ્રભાવ પાડી શકે છે. જો દેશો સંતુલિત નીતિ અપનાવે તો આંતરરાષ્ટ્રીય વેપાર વધુ સ્થિર રહી શકે.

ભારત અને અન્ય દેશો માટે આવનારા વર્ષોમાં ટેરિફ નીતિઓને વ્યવસ્થિત કરવી જરૂરી રહેશે, જેથી સ્થાનિક ઉદ્યોગોને પણ ઉન્નત થવાની તક મળે અને આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મકતા જળવાઈ રહે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X