• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

રિલાયન્સ ભારતમાં KFCને ટક્કર આપવા ચિકન રેસ્ટોરન્ટ ચેઇન ખોલશે

|

મુંબઇ, 23 ઓક્ટોબર : દેશના અગ્રણી બિઝનેસમેન મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી હવે રેસ્ટોરેન્ટ બિઝનેસમાં ઝંપલાવવા જઈ રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રી યુકે મૂળની કંપની સાથેની ભાગીદારીમાં ચિકન રેસ્ટોરેન્ટની ચેઇન શરૂ કરવા વિશે આયોજન કરી રહી છે.

આમ તો અંબાણી બંધુઓ શાકાહારી હોવા છતા નોન વેજ રેસ્ટોરેન્સ શરૂ કરવા અંગે કંપનીના અધિકારીઓ સ્પષ્ટતા કરી છે કે, આ બિઝનેસને લગતો નિર્ણય છે. ચિકન કેમ ફર્સ્ટ નામની આ નવી ફ્રેન્ચાઇઝી સીધી રીતે KFC સાથે સ્પર્ધા કરશે, જે વિશ્વના હાલની સૌથી વિશાળકાય ચિકન રેસ્ટોરેન્ટની બ્રાન્ચ છે.

રિલાયન્સે ટુ સિસ્ટર્સ ફૂડ ઇન્ડિયા (TSFI)ના 45 ટકા ઇક્વિટી શેર ખરીદ્યા છે. 2 સિસ્ટર્સ ફૂડ ગ્રૂપ (2SFG) એ યુકે મૂળની સૌથી મોટી ફૂડ કંપની છે, જે મરઘા માંસની બનાવટો, લાલ માંસ અને બેકરી પ્રોડક્ટ માટે જાણીતી છે.

English summary
Reliance forays into chicken business, to take on KFC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X