For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

TCS ને પછાડી માર્કેટ કિંગ બની રિલાયન્સ, 7.43 લાખ કરોડ થઈ માર્કેટ કેપ

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) એ નવી સફળતા હાંસલ કરી છે. રિલાયન્સ દેશની સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપની બની ગઈ છે. મંગળવારે રિલાયન્સનું માર્કેટ કેપ 7.43 લાખ કરોડ રૂપિયા થઈ ગયુ છે.

|
Google Oneindia Gujarati News

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ (RIL) એ નવી સફળતા હાંસલ કરી છે. રિલાયન્સ દેશની સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપની બની ગઈ છે. મંગળવારે રિલાયન્સનું માર્કેટ કેપ 7.43 લાખ કરોડ રૂપિયા થઈ ગયુ છે. આ સાથે રિલાયન્સે TCS ને પછાડીને દેશની સૌથી વધુ માર્કેટ કેપવાળી કંપનીનો ખિતાબ મેળવી લીધો છે. તમને જણાવી દઈએ કે મંગળવારે ટીસીએસનો માર્કેટ કેપ 7.39 લાખ કરોડ રૂપિયા રહ્યો.

mjukesh ambani

માર્કેટ કેપ મામલે ટીસીએસ લાંબા સમયથી દેશની નંબર 1 કંપની બનેલી છે પરંતુ આ વખતે રિલાયન્સે આ તાજ ટીસીએસ પાસેથી છીનવી લીધો છે. વળી, મંગળવારે આરઆઈએલના શેરમાં 2 ટકા તેજી રહી અને આરઆઈએલના શેરનો રેટ 1175 રૂપિયા પહોંચી ગયો હતો. આ વધારાના કારણે કંપનીનો માર્કેટ કેપ લગભગ 16000 કરોડથી વધીને 7.44 લાખ કરોડ રૂપિયા પહોંચી ગયો.

અહીં રિલાયન્સની મિલકત વધી તો આ તરફ ટાટા કંપનીની ટીસીએસને નુકશાન થયુ. મંગળવારે ટીસીએસના શેરમાં 0.70 ટકાનો ઘટાડો થયો અને તેનો માર્કેટ કેપ 6000 કરોડ રૂપિયા ઘટીને 7.39 લાખ કરોડ રહી ગયો. આના કારણે ટીસીએસને પછાડીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રી દેશની નંબર 1 માર્કેટ કેપવાળી કંપની બની ગઈ. તમને જણાવી દઈએ કે 5 જુલાઈના રોજ પોતાના એજીએમ દરમિયાન રિલાયન્સે નવા પ્લાન રજૂ કર્યા હતા. આ એગ્રેસીવ પ્લાનના કારણે રિલાયન્સના શેરમાં વધારો ચાલુ રહ્યો. 5 જુલાઈના રોજ રિલાયન્સના શેરનો ભાવ 965 રૂપિયા હતો જે 31 જુલાઈના રોજ 1174 રૂપિયા પર પહોંચી ગયો.

English summary
Reliance Industries on Tuesday knocked off TCS to become India's largest company in terms of market capitalisation.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X