For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં લોબિંગ વિવાદને પગલે રિલાયન્સે અમેરિકામાં લોબિંગ બંધ કર્યું

|
Google Oneindia Gujarati News

mukesh-ambani
મુંબઇ, 21 જાન્યુઆરી : દેશની ટોચની કંપનીઓમાં સ્થાન પામતી અને વિશ્વભરમાં જાણીતી બનેલી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે અમેરિકામાં લોબિંગ બંધ કરવાનો નિર્ણય લીધો છે. ભારતમાં ચાલી રહેલા લોબિંગ વિવાદને પગલે કંપનીએ આ નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ભારતીય માર્કેટમાં પ્રવેશ મેળવવા માટે અમેરિકન કંપનીઓ દ્વારા કરવામાં આવતા લોબિંગના ઊભા થયેલા વિવાદને લીધે ભારતીય સંસદમાં ભારે હોબાળો થયો હતો. જેના પગલે વિવાદના વમળમાં ફસાતા બચવા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે અમેરિકાના સંસદસભ્યોમાં પોતાની લોબિંગની પ્રવૃત્તિઓને બંધ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર આરઆઇએલ છેલ્લા ચાર વર્ષથી અમેરિકામાં લોબિંગ કરી રહી હતી. આ પાછળ તેણે અંદાજે 20 લાખ અમેરિકન ડોલર (અંદાજે 10 કરોડ રૂપિયા) ખર્ચી નાખ્યા છે.

મુકેશ અંબાણીના નેતૃત્વ હેઠળની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે પોતાની બિઝનેસ પ્રવૃત્તિઓ માટે તથા અન્ય કારણો માટે વર્ષ 2009ના જાન્યુઆરીમાં જાણીતી લોબિંગ કંપની બાર્બોર ગ્રીફિથ એન્ડ રોજર્સ મારફત અમેરિકાના સંસદસભ્યોમાં લોબિંગ શરૂ કર્યું હતું.

હવે જાણવા મળે છે કે રિલાયન્સે છેલ્લા પાંચ ત્રૈમાસિક સત્રોથી અમેરિકામાં પોતાની લોબિંગ પ્રવૃત્તિઓને અટકાવી દીધી હતી અને હવે તેણે અમેરિકામાં પોતાનું લોબિંગ રજિસ્ટ્રેશન પણ રદ કરાવી દીધું છે.

English summary
Reliance Industries stopped lobbying in America.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X