For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પહેલા વર્ષે છાત્રો પાસેથી 100 કરોડ એકઠા કરશે જિયો ઈન્સ્ટીટ્યુટ

રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી શરૂ કરવામાં આવેલ જિયો ઈન્સ્ટીટ્યુટે આવતા એક વર્ષની અંદર 100 કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય રાખ્યુ છે.

|
Google Oneindia Gujarati News

રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી શરૂ કરવામાં આવેલ જિયો ઈન્સ્ટીટ્યુટે આવતા એક વર્ષની અંદર 100 કરોડ રૂપિયા ભેગા કરવાનું લક્ષ્ય રાખ્યુ છે. આ પૈસા આગલા એક વર્ષમાં 1000 છાત્રો દ્વારા બાળકોની ટ્યુશન ફી, હોસ્ટેલ ફી વગેરે દ્વારા ભેગા કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે જિયો ઈન્સ્ટીટ્યુટ એકમાત્ર એવુ ઈન્સ્ટીટ્યુટ છે કે જે માત્ર પેપર પર છે પરંતુ તેને ઈન્સ્ટીટ્યુટ ઓફ એમિનન્સનો દરજ્જો આપવામાં આવ્યો છે. જિયો ઈન્સ્ટીટ્યુટ ઉપરાંત આઈઆઈએસસી, આઈઆઈટી દિલ્હી, આઈઆઈટી બોમ્બે, બિરલા ઈન્સ્ટીટ્યુટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, મણિપાલ એકેડમી ઓફ હાયર એજ્યુકેશનને આ દરજ્જો પ્રાપ્ત છે. માનવામાં આવી રહ્યુ છે કે આ વર્ષે જિયો ઈન્સ્ટીટ્યુટમાં ત્રણ વર્ષ માટે છાત્રોને એડમિશન શરૂ કરવામાં આવશે.

દરેક છાત્ર પાસેથી લેવામાં આવશે આટલી રકમ

દરેક છાત્ર પાસેથી લેવામાં આવશે આટલી રકમ

નાણાકીય પ્લાન અનુસાર જિયો ઈન્સ્ટીટ્યુટ લગભગ 38 કરોડ રૂપિયાની સ્કોલરશીપ પહેલા વર્ષમાં લોકોને વહેંચશે. જાણકારી અનુસાર જિયો ઈન્સ્ટીટ્યુટ દરેક છાત્ર પાસેથી લગભગ પ્રતિ વર્ષ 6.2 લાખ રૂપિયા વસૂલશે. ગયા વર્ષે બિટ્સે કુલ રૂપિયા 467 કરોડ રૂપિયા ટ્યુશન અને અન્ય ફી દ્વારા 13857 છાત્રો પાસેથી જમા કર્યા હતા. તેણે આ પૈસા ચાર કેમ્પસ પિલાની, ગોવા, હૈદરાબાદ અને દુબઈ દ્વારા મેળવ્યા હતા આ રીતે લગભગ દરેક છાત્ર પાસેથી 3.39 લાખ રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.

આ વિષયોમાં મળશે એડમિશન

આ વિષયોમાં મળશે એડમિશન

પહેલા વર્શમાં જિયો ઈન્સ્ટીટ્યુટ પોતાના પ્રસ્તાવ અનુસાર મોટી સંખ્યામાં છાત્રોને પ્રવેશ આપશે. જેમાં 300 એડમિશન પ્રાકૃતિક વિજ્ઞાન, 250 છાત્ર કમ્પ્યુટર સાયન્સ, 200 છાત્ર હ્યુમેનિટીઝ, 129 એન્ટરપ્રેન્યોરશીપ, 90 લૉ, 60 મીડિયા અને જર્નાલિઝમમાં પ્રવેશ લેશે. વળી, પર્ફોર્મિંગ આર્ટમાં 50 છાત્રો, ખેલ વિજ્ઞાનમાં 80 છાત્રો અને શહરી નિયોજન તેમજ આર્કિટેક્ટમાં 50 છાત્રોને પ્રવેશ મળશે. પહેલા વર્ષે આ તમામં સુવિધાઓ અને કોર્સ પર કુલ 154 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે જેમાંથી 93 કરોડ રૂપિયા વેતન આપવામાં ખર્ચ થશે. રિલાયન્સ ફાઉન્ડેશને દાવો કર્યો છે કે દે દુનિયાના મોટા 500 વૈશ્વિક વિશ્વવિદ્યાલયોમાંથી શિક્ષકો હાયર કરશે.

800 એકરની સંસ્થા જિયો ઈન્સ્ટીટ્યુટ

800 એકરની સંસ્થા જિયો ઈન્સ્ટીટ્યુટ

નવી મુંબઈમાં 800 એકરમાં સંસ્થા ખોલશે. જેમાં રિલાયન્સ ફાઉન્ડેશન તરફથી 9500 કરોડ રૂપિયાની ફંડિંગ કરવામાં આવશે. માનવામાં આવી રહ્યુ છે કે હાલની સરકારમાં નેશનલ ઈનોવેશન ફાઉન્ડેશનના પ્રમુખ આરએ મશેલ્કર જિયો ઈન્સ્ટીટ્યુટના ચાન્સેલર હશે. વળી દીપક સી જૈન સંસ્થાના વીસી હશે. તમને જણાવી દઈએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જિયો ઈન્સ્ટીટ્યુટને ઈન્સ્ટીટ્યુટ ઓફ એમિનન્સનો દરજ્જો આપ્યો હતો.

English summary
Reliance Jio institute to collect 100 crore in its first year.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X