Reliance Jio એ ફરીથી રેકોર્ડ બનાવ્યો, Airtel ખુબ પાછળ
રિલાયન્સ જિયોએ ફરીથી રેકોર્ડ બનાવી દીધો છે. આ વખતે રિલાયન્સ જિયોએ રેકોર્ડ દેશમાં વૈશ્વિક સ્તર પર કાયમ કર્યો છે. રિલાયન્સ જિયો ભારતમાં એકમાત્ર એવી મોબાઇલ કંપની છે જેની 4G ઉપલબ્ધતા સૌથી વધુ છે. 4G રીલાયન્સ જીયોની ઉપલબ્ધતા 97.5 ટકા પહોંચી ગઈ છે, જ્યારે અગાઉ નેધરલેન્ડ્ઝ અને જાપાનની કુલ મળીને 3 મોબાઇલ કંપનીએ 95 ટકાથી વધુની 4G ઉપલબ્ધતાનું સ્તર પ્રાપ્ત કર્યું હતું. તો દેશમાં બીજા નંબર પર એરટેલ છે, પરંતુ તેની 4G ઉપલબ્ધતાનું સ્તર 85 ટકાથી થોડું ઉપર છે.
ટાઈમના 100 સૌથી પ્રભાવશાળી લોકોની યાદીમાં મુકેશ અંબાણી સામેલ

ઓપન સિગ્નલની રિપોર્ટમાં સામે આવી માહિતી
આ માહિતી લંડનની મોબાઇલ ઍનાલિટિક્સ કંપની ઓપન સિગ્નલ દ્વારા નવા રિપોર્ટમાં આપવામાં આવી છે. 'મોબાઈલ નેટવર્ક એક્સપિરિયન્સ' અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે રીલાયન્સ જિયોનો સ્કોર 1 ટકા વધીને 97.5 ટકા થયો છે, જે આશરે 6 મહિના અગાઉ 96.7 ટકા હતો. રિપોર્ટમાં જણાવાયું છે કે, "રિલાયન્સ જિયો પાસે 97.5 ટકાની 4G ઉપલબ્ધતા સ્કોર બધા કરતા વધારે છે. રિલાયન્સ જિયોનું આટલા ટૂંકા સમયમાં 97.5 ટકા 4G ઉપલબ્ધતા સુધી પહોંચવાની સિદ્ધિ ખરેખર અદભૂત છે.

જાણો અમેરિકાનો હાલ
ઓપન સિગ્નલે જણાવ્યું હતું કે, અમેરિકામાં 2 મોબાઇલ ઓપરેટરોએ 90 ટકાથી વધુ સ્કોર કર્યો છે, જ્યારે તાઇવાનમાં 4 મોબાઇલ ઓપરેટરો આ માર્કથી ઉપર છે, પરંતુ અત્યાર સુધીમાં કોઈએ પણ બજારમાં 95 ટકા સ્કોર કર્યો નથી. અહેવાલમાં વધુ કહેવામાં આવ્યું છે કે યુરોપમાં સૌથી વધુ વિકસિત મોબાઇલ બજાર માનવામાં આવતા, નેધરલેન્ડમાં માત્ર 1 મોબાઈલ ઓપરેટરએ 95% માર્કને પાર કર્યો છે અને જાપાનમાં 2 મોબાઇલ ઓપરેટરો આ બેંચમાર્કને પ્રાપ્ત કર્યું છે.

ભારતમાં હમણાં
જો કે, અભ્યાસો દર્શાવે છે કે ભારતી એરટેલે 4G ઉપ્લબ્ધતામાં સૌથી વધુ વૃદ્ધિ મેળવી છે, કારણ કે તેનો સ્કોર 10 ટકાથી વધુ વધીને 85 ટકાથી વધુ થયો છે. જો કે, તે રિલાયન્સ જિયોથી હજુ પણ ઘણી પાછળ છે.