રિલાયન્સ જીયો લાવ્યો છે 100% કેશબેક ઓફર, જાણો કેવી રીતે

Posted By:
Subscribe to Oneindia News

રિલાયન્સ જીયો તેના મોબાઇલ ઉપભોક્તાઓને ટાર્ગેટ કર્યા પછી હવે ડોંગલ, ડેટાકાર્ડ અને વાઇ ફાઇ રાઉટરના ઉપયોગને લઇને ગ્રાહકોને ટારગેટ કરવાની તૈયારીમાં છે. આ માટે કંપનીએ હાલમાં જ બે નવી ઓફર નીકાળી છે. કંપનીએ જીયોફાઇ 4જી રાઉટર પર 100 ટકા કેશબેકની ઓફર શરૂ કરી છે. અને માટે કંપની બે પ્લાન લઇને આવી છે. તો શું છે આ બે નવા પ્લાન તે અંગે વિગતવાર જાણો અહીં.

પહેલો પ્લાન

પહેલો પ્લાન

પહેલા પ્લાન મુજબ તમે કોઇ જીયો ડિઝિટલ સ્ટોર પર જઇને જૂનું ડોંગલ, ડેટાકાર્ડ કે હોટસ્પોટ રાઉટર આપો. તમને તમારા જૂના ડિવાઇઝ સાથે 1999 રૂપિયા આપવા પડશે બદલામાં તમને 2010 રૂપિયાનું મફત 4જી ડેટા અને જીયોફાઇ ડિવાઇઝ બન્ને મળશે. એટલે કે તમને એટલા જ પૈસામાં વધુ ડેટા મળશે.

બીજો પ્લાન

બીજો પ્લાન

જો તમારી પાસે કોઇ જૂની ડિવાઇઝ નથી. અને તમે જીયોફાઇ લો છો તો પણ તમારે 1999 રૂપિયા જ આપવા પડશે. જો કે તેના બદલે તમને ખાલી 1005 રૂપિયાનો જ 4જી ડેટા મળશે. આમ જીયોફાઇની કિંમત 994 રૂપિયાની હશે. આ પ્લાન હેઠળ તમને તમારું જૂની ડિવાઇઝ નહીં આપવું પડે.

શું છે શરત?

શું છે શરત?

આમ તો 1999 રૂપિયામાં જ કંપની મુફત ડેટા આપે છે પણ તેની સાથે તમારે 408 રૂપિયા અલગથી રિચાર્જ પણ કરાવવું પડશે. જે દ્વારા તમને 84 દિવસનો ફ્રી પ્લાન મળશે. તેમાં 309 રૂપિયામાં 84 દિવસનો ફ્રી પ્લાન માટે 99 રૂપિયામાં જીયો પ્રાઇમની મેમ્બરશીપ માટે કંપનીની તરફથી મળશે.

જીયોનો નવો રેકોર્ડ

જીયોનો નવો રેકોર્ડ

ભારતીય ટેલીકોમ ઇન્ડસ્ટ્રીમાં રિલાયન્સ જીયોએ સર્જ્યો છે વધુ એક રેકોર્ડ, જાણો અહીં.

Read also :રિલાયન્સ જીયોએ તોડ્યો આ રેકોર્ડ, માર્ચમાં સ્પીડ 18.48 MBPS

English summary
reliance jio new plan giving 100 percent cashback on jio-fi on exchange of old dongle.
Please Wait while comments are loading...