For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jio હવે મોબાઇલ પછી લેપટોપમાં સિમ કાર્ડથી મચાવશે ધૂમ, જાણો અહીં.

રિલાયન્સ જીયો હવે 4જી, જીયો ફોન લાવ્યા પછી સિમ કાર્ડના ઇન્ટરનેટ પર ચાલતા લેપટોપને લાવવાની તૈયારીમાં છે. ત્યારે રિલાયન્સ જીયોના આ નવા લેપટોપમાં શું ખાસિયત હશે તે અંગે વિગતવાર જાણો અહીં.

|
Google Oneindia Gujarati News

રિલાયન્સ જીયોને 4G વીઓએલટીઇ રજૂ કરી ભારતીય ટેલિકોમ ઇન્ડસ્ટ્રીમાં ધમાકો કર્યો છે. જીયોના આવ્યા પછી બાકીની ટેલિકોમ કંપનીઓની મુશ્કેલીઓ આજદિવસ સુધી વધેલી જ છે. પ્રાઇઝ અને ડેટા મામલે જીયો બાકી તમામ ટેલિકોમ કંપનીઓને મોટી ટક્કર આપે છે. જીયો સિમ પછી રિલાયન્સ જીયો ફોન આવ્યો છે. અને હવે કંપની સિમ કાર્ડ વાળા લેપટોપને લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે. રિલાયન્સ જીયોના સિમ કાર્ડવાળા લેપટોપને બજારમાં લાવવા માટે તૈયારી કરી દીધી છે. કંપનીએ આ માટે ચિપ બનાવતી કંપની ક્વાલકોમને સંપર્ક કર્યો છે. અને જો ખરેખરમાં બધુ બરાબર રહ્યું તો જલ્દી જ લોકોના હાથોમાં જીયોનું લેપટોપ પણ આવી જશે.

જીયોનો નવો ધમાકો

જીયોનો નવો ધમાકો

જીયોએ ટેલિકોમ જગતમાં ધૂમ મચાવી છે અને હવે તે ટૂંક સમયમાં લેપટોપ પણ લોન્ચ કરશે. જીયો પોતાના સિમ કાર્ડ વાળું લેપટોપ માટે ચિપ નિર્માતા કંપની ક્વાલકોમ સાથે વાતચીત કરી રહ્યું છે. ક્વાલકોમે પણ આ વાતની પુષ્ટી કરી છે. માનવામાં આવી રહ્યું છે કે જીયોના લેપટોપમાં વિન્ડોઝ 10 ઓપરેટિંગ સિસ્ટમ હશે. આ માટે રિલાયન્સે હોમ બ્રેડ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (loT) સાથે વાતચીત શરૂ કરી છે. જેથી તેની સાથે મળીને જીયો સ્નેપડ્રેગન 835નું લેપટોપ લાવી શકે.

જીયો લેપટોપ

જીયો લેપટોપ

આ જીયો લેપટોપની ખાસિયત તે હશે કે આ લેપટોપને તમારે કોઇ પણ પ્રકારના હોમ વાઇ ફાઇથી કનેટક્ટ કરવાની જરૂર નહીં પડે. કારણ કે લેપટોપની અંદર પહેલાથી જ સિમ કાર્ડ ઇનબિલ્ડ હશે. આ જીયોના ફોન અને 4જી ઇન્ટરનેટની જેમ જ જીયોના લેપટોપમાં પણ અનેક સુવિધાઓ ગ્રાહકોને મળી શકે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો છે.

જીયોનું શું કહેવું છે?

જીયોનું શું કહેવું છે?

નોંધનીય છે કે આ મામલે હજી સુધી જીયો દ્વારા કોઇ અધિકૃત જાહેરાત કરવામાં નથી આવી. જો કે ક્વાલકોમ અને સ્નૈપડ્રેગનને તે વાતને સ્વીકારી છે કે જીયો આ મામલે તેમનો સંપર્ક કર્યો હતો. નોંધનીય છે કે જીયો ઇન્ટરનેટ કનેક્શન, જીયો મોબાઇલ સમેત જીયો દ્વારા નવી નવી ટેકનોલોજીમાં હાલ રોકાણ કરવામાં આવી રહ્યું છે. જેથી કરીને લાંબે ગાળે જીયો અને તેનાથી મુકેશ અંબાણીના વેપારને ફાયદો મળતો રહે.

English summary
To expand its empire, Reliance Jio is now eyeing the next big thing for the Indian market. The company is in talks with American chipmaker Qualcomm to bring out a laptop with built-in cellular connection for the Indian market.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X