• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કોરોના સામેની જંગ વચ્ચે નાણામંત્રીએ 1.70 લાખ કરોડના પેકેજની જાહેરાત કરી

|

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસના પ્રકોપ વચ્ચે નાણામંત્રી નિર્મલા સીતારમણે પ્રેસ કોન્ફ્રેન્સ કરી. તેમણે કહ્યું કે, "પીએમ નરેન્દ્ર મોદીએ લૉકડાઉનનો નિર્ણય લીધો. અમે નથી ઈચ્છતા કે કોઈ ભૂખો કે તંગીમાં રહે. સરકાર ગરીબો સુધી પૈસા પહોંચાડશે. એક લાખ 70 હજાર કોડનું સરકાર રાહત પેકેજ આપશે. આવા મોકા પર મજૂર અને ગરીબને રાહતની જરૂરત છે. અમે પ્રધાનંમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ લઈને આવ્યા છીએ. સંકટના સમયે ગરીબો પર વધુ અસર છે. સ્વાસ્થ્યકર્મિઓને 50 લાખ રૂપિયાનું વીમા કવર આપવામાં આવશે. અન્ન અને ધનથી ગરીબોને મદદ મળશે."

નિર્મલા સીતારમણે આગળ કહ્યું, "પીએમ ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 80 કરોડ ગરબી લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવશે જેથી કોઈ ભૂખો ના રહે. જે અંતર્ગત 5 કિલો ઘઉં અથવા ચોખા ત્રણ મહિના સુધી મળશે. 80 કરોડ લાભાર્થીઓને આનો ફાયદો થશે. એક કિલો દાળનું પણ પ્રાવધાન છે."

Fact Check: પાણીથી નહિ રોકાય કોરોના વાયરસનુ સંક્રમણ

અન્ય કઈ જાહેરાત કરવામાં આવી અહીં જુઓ વિસ્તૃત

  • કિસાન યોજનાની કિસાન સન્માન નિધિ હેઠળ રૂપિયા 6000 મળી રહ્યા છે. એપ્રિલ 2020ના પ્રથમ સપ્તાહમાં તેમના ખાતામાં રૂપિયા 2,000નો હપ્તો જમા કરી દેવાશે 8.69 કરોડ ખેડૂતોને તત્કાળ લાભ થશે
  • ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગાના 5 કરોડ મજુરોને પરિવારોને લાભ થશે, 182 રૂપિયાથી વધારીને 202 રૂપિયા લઘુત્તમ ભથ્થું મળશે, તેમની આવકમાં રૂપિયા 2000નો વધારો થશે
  • એક્સ-ગ્રેશિયા એમાઉન્ટ, રૂપિયા 1000 વધારાના અપાશે. 3 કરોડ લોકોને લાભ થશે, ડીપીબીની મદદથી લાભ સીધો લાભાર્થીના ખાતામાં જમા થશે.
  • મહિલા જનધન યોજના લાભાર્થીઓને રૂપિયા 500ની એક્સગ્રેશિયા એમાઉન્ટ આગામી 3 મહિના સુધી પ્રત્યેક મહિનાના હિસાબથી મળશે. 3 કરોડ મહિલાઓને લાભ મળશે.
  • 8 કરોડ બીપીએલ પરિવારોને ઉજ્જલા મહિલા યોજનાનો લાભ મળી રહ્યો છે. તેમને ગેસ મળવામાં મુશ્કેલી ના પડે તે માટે 3 મહિના સુધી મફતમાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે. આ જાહેરાતનો લાભ 8.3 કરોડ બીપીએલ પરિવારોને મળશે.
  • મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ્સથી 7 કરોડ પરિવારો લાભ મળશે, એટલે કુલ 35 કરોડ લોકોને લાભ મળશે. પંડિત દીનદયાળ ઉપાધ્યાય નેશનલ રૂરલ લાઇવલીહૂડ મિશન હેઠળ ગેરન્ટી વિના રૂપિયા 10 લાખ મળતા હતા તેને બદલે બમણી રકમ એટલે કે રૂપિયા 20 લાખની સહાય રકમ મળશે
  • પીએમ ગરીબ કલ્યાણ યોજના હેઠળના લાભાર્થીઓ માટે લાભ મળશે. બંને પ્રકારના ઇપીએફ કોન્ટ્રિબ્યુશન (12+12=24 ટકા) 3 મહિના સુધી ભારત સરકાર ભરશે, આ લાભ એવી સંસ્થા/કંપનીઓના કર્મચારીઓ માટે છે જે કંપનીમાં કર્મચારીઓની સંખ્યા 100થી ઓછી છે અને 90 ટકા કર્મચારીઓની આવક રૂપિયા 15,000થી ઓછી છે. 80 લાખ કર્મચારીઓને, 4 લાખ સંસ્થાઓને આ જાહેરાતનો ફાયદો થશે.
  • ઇપીએફઓ યોજનાના નિયમોમાં છૂટછાટ આપવામાં આવી છે. જેમાં 75 ટકા સુધીની ક્રેડિટ/ 3 મહિનાનો પગાર બંને માથી જે ઓછું હોય તે વિથડ્રૉ શકશે. 4.8 કરોડ વર્કર્સને તેનો લાભ મળશે.
  • બાંધકામ ક્ષેત્રના મજૂરો માટે કલ્યાણ ફંડ હોય છે, તેમાં 31 હજાર કરોડનું ફંડ ઉપલબ્ધ છે. બાંધકામ ક્ષેત્રના 3.5 કરોડ મજૂરોને તેનો લાભ મળશે
  • ડિસ્ટ્રિક મિનરલ વેલ્ફેર વર્કર ફંડનો ઉપયોગ કરવા રાજ્ય સરકારોને સૂચના.મેડિકલ સ્ક્રિનિંગ, મેડિકલ ટેસ્ટિંગમાં આ ફંડનો ઉપયોગ કરાશે.

English summary
relief package 1.70 lac crore rupee declared by finance minister
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more