RBIએ રેપો રેટમાં નથી કર્યો ફેરફાર, 4 ટકા પર યથાવત
રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની મૌદ્રિક નીતિ સમીક્ષા બેઠકના પરિણામ આવી ચૂક્યા છે. ત્રણ દિવસો સુધી ચાલેલી બેઠકમાં રેપો રેટ વિશે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. રેપો રેટમાં કોઈ ફેરફાર નહિ કરવાનો અર્થ એ થયો કે તમારે ઈએમઆઈ કે લોનના વ્યાજદરો પર નવી રાહત નહિ મળે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે બેઠકના પરિણામોની માહિતી આપીને કહ્યુ કે રેપો રેટને 4 ટકા પર યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો. વળી રિવર્સ રેપો રેટ પણ 3.35 ટકા પર સ્થિર છે.
આરબીઆઈ ગવર્નરે એ પણ કહ્યુ કે આવનારા સમયમાં અર્થવ્યવસ્થાને પાટા પર પાછા આવવાની આશા હજુ પણ ઓછી જ છે. આ ખરાબ સમાચાર એટલા માટે કારણકે કોવિડ-19ના કેસોમાં ઘટાડો થવાના બદલે વધારો થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે કોરોના મહામારી અને લૉકડાઉનના કારણે બનેલી સ્થિતિ બાદ માર્ચથી લઈને અત્યાર સુધી આરબીઆઈ રેપો રેટમાં 115 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરી ચૂક્યુ છે. વળી, ફેબ્રુઆરી 2019થી જોઈએ તોઆ ઘટાડો 250 બેસિસ પોઈન્ટ સુધી પહોંચી ગયો છે.
12 વર્ષની માસૂમ બાળકી પર રેપ બાદ શરીર પર માર્યા કાતરના ઘા, એઈમ્સમાં લડી રહી છે જિંદગી સામે જંગ