For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBIએ વ્યાજ દરમાં કોઈ બદલાવ ન કર્યો, શું EMIનો બોજો હળવો થશે?

RBIએ વ્યાજ દરમાં કોઈ બદલાવ ન કર્યો, શું EMIનો બોજો હળવો થશે?

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની મોનિટરી પોલિસી કમિટીની બેઠકનો ફેસલો સામે આવી ગયો છે. રિઝર્વ બેંકે મોટી રાહત આપતા રેપો રેટ અને રિવર્સ રેપો રેટમાં કોઈ બદલાવ નથી કર્યા. સોમવારે શરૂ થયેલ રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાની બેઠકનો ફેસલો બુધવારે આવવાનો હતો જે હાલ આપણી સમક્ષ છે.

urjit patel

રિઝર્વ બેંકની બેઠકમાં વ્યાજ દમાં કોઈ બદલાવ નથી કરવામાં આવ્યા. રેપો રેટ 6.5 ટકા જ યથાવત રાખવામાં આ્યો છે જ્યારે રિવર્સ રેપો રેટ 6.25 ટકા છે. બેઠકમાં રિઝર્વ બેંકે હોમ, ઓટો અને પર્સનલ લોનને લઈ મહત્વપૂર્ણ ફેસલા લેતા લોકોને રાહત આપી છે. રિઝર્વ બેંકે રેટ 6.75 ટકા રાખ્યો છે. જે બાદ બેંકોને પણ આ રેટના અનુસંધાને ફેસલો લેવો પડશે. રિઝર્વ બેંકે વ્યાજદરમાં કોઈ બદલાવ ન કરતા ઈએમઆઈ પર કોઈ અસર નહિ પડે. ન કોઈ વધારો થશે અને કોઈપણ પ્રકારની રાહત પણ નહિ મળે. ક્રૂડ ઓઈલની કિંમતમાં થયેલ ઘટાડાને પગલે મોંઘવારીમાં થનાર ઘટાડાની આશંકાને જોતા રિઝર્વ બેંક ઑફ ઈન્ડિયાએ વ્યાજ દરમાં વધારો ન કરીને ઉદ્યોગોને પણ મોટી રાહત આપી છે.

શું હોય છે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ
રેપો રેટ એ દર છે જેના પર બેંકને આરબીઆઈ વ્યાજ આપે છે. રેપો રેટ ઘટવાથી બેંક તરફથી મળતી લોન સસ્તી થઈ જાય છે. જેની અસર તમારા હોમ લોન, કાર લોન, પર્સનલ લોનના રેટ પર પણ પડે છે. જ્યારે રિવર્સ રેપો રેટની વાત કરીએ તો એવા દર જેના પર બેંકને એમની તરફથી રિઝર્વ બેંકમાં જમા ધન પર વ્યાજ મળે છે. રિવર્સ રેપો રેટ બજારમાં રોકડની તરલતાને નિયંત્રિત કરે છે.

આ પણ વાંચો- માલ્યા બેંકોના 100% પૈસા પાછા આપવા તૈયાર, 'કૃપા કરી પોતાના પૈસા લઈ લો'

English summary
Repo rate unchanged at 6.5%, Reverse repo rate unchanged at 6.25%, Bank rate at 6.75%
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X