For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રિઝર્વ બેંકે બેંકો પર સોનાની આયાત કરવા પર પ્રતિબંધ મૂક્યો

|
Google Oneindia Gujarati News

gold
મુંબઇ, 14 મે : સોનાની વધતી જતી આયાતને કારણે ચાલુ ખાતામાં થઇ રહેલા નુકસાનના કારણે ઉભા થયેલા દબાણને પગલે રિઝર્વ બેંકે બેંકો દ્વારા કરવામાં આવતી સોનાની આયાત પર પ્રતિબંધ મૂકી દીધો છે. રિઝર્વ બેંકે પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે ઘરેલુ ઉપયોગ માટે સોનાની માંગ ઘટાડવા માટે બેંકો દ્વારા સોનાની આયાતને મર્યાદિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ નિર્ણયને પગલે હવે બેંકો સુવર્ણ આભૂષણોના નિકાસકારોની જરૂરિયાત માટે જ સોનાની આયાત કરી શકશે. સોમવારે જાહેર કરવામાં આવેલા સરકારી આંકડા અનુસાર એપ્રિલ 2013માં સોના અને ચાંદીની આયાત 138 ટકા વધીને 7.5 અબજ ડોલર થઇ ગઇ હતી. જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન 3.1 અબજ ડોલર સોનાની આયાત કરવામાં આવી હતી. સોનાની આયાત વધારવાથી એપ્રિલમાં દેશની વેપાર ખાધ વધીને 17.8 અબજ ડોલર થઇ ગઇ હતી.

વેપાર ખાધ વધવાથી ચાલુ ખાતા પર દબાણ વધે છે. રિઝર્વ બેંક અનુસાર ચાલુ ખાતાની વધારે ખાધ દેશની અર્થવ્યવસ્થા માટે સૌથી વધારે જોખમી છે. આરબીઆઇની સોનાની આયાતને મર્યાદિત કરવાનો નિર્ણય સોના સંબંધિત કાર્ય સમૂહની ભલામણોના આધારે લેવામાં આવ્યો છે. જેનાથી સોનાના આયાત નિયમોને અન્ય વસ્તુઓની આયાત સાથે જોડવાનું સૂચન કરવામાં આવ્યું હતું. જેથી સોના તથા અન્ય વસ્તુઓની આયાતનું પ્રમાણ જળવાઇ રહે.

English summary
Reserve Bank banned banks to import gold.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X