
દુનિયાની સૌથી અમીર પરિવારને મળ્યા? દર મીનિટે કમાય છે 50 લાખ રૂપિયા!
નવી દિલ્હીઃ હાલમાં જ જિયો ગીગાફાયર પ્લાન લૉન્ચ કરનાર અંબાણી પરિવારને તો બધા જાણો જ છો. મુકેશ અંબાણી ભારતના જ નહિ બલકે એશિયાના સૌથી અમીર વ્યક્તિ છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન અને પ્રબંધ નિદેશક મુકેશ અંબાણીનું વાર્ષિક પેકેજ 15 કરોડ રૂપિયા છે. જ્યારે અંબાણી પરિવારની કુલ કમાણી 50.4 બિલિયન એટલે કે 5040 કરોડ રૂપિયા છે. આ ધન રાશિ સાથે અંબાણી પરિવાર વર્લ્ડ રિચેસ્ટ ફેમિલિઝ (વિશ્વના અમીર પરિવાર)ની યાદીમાં 9મા નંબરે છે.

અંબાણી પરિવાર 9મા નંબરે!
જાણીને તમે દંગ રહી જશો કે જો 9મા નંબરમાં આવતા પરિવારની આવક આટલી બધી હોય તો સૌથી અમીર પરિવારની કમાણી કેટલી હશે. આ લિસ્ટમાં સૌથી ઉપર છે સુપર માર્કેટ વૉલમાર્ટ ચલાવનાર પરિવાર. આ દુનિયાનું સૌથી મોટું સુપર માર્કેટ છે. આ પરિવાર દર મિનિટે 70,000 અમેરિકન ડૉલર એટલે કે 49 લાખ 87 હજાર 675 રૂપિયા કમાય છે.

આ રહી સૌથી અમીર ફેમિલી
બ્લૂમબર્ગે દુનિયાના 25 સૌથી અમીર પરિવારની યાદી જાહેર કરી. જેમાં પહેલા નંબર પર વૉલમાર્ટ ફેમિલી છે. જે દર મિનિટે 50 લાખ જેવી રકમની કમાણી કરે છે અને દરેક કલાકે 28 કરોડ 46 લાખ રૂપિયાની કમાણી કરે છે અને આ પરિવારની એક દિવસની આવક 7 અબજ 12 કરોડ રૂપિયા છે.
|
દોઢ લાખ કરોડ રૂપિયાની ધનરાશી
આ તમામ 25 સૌથી અમીર પરિવારો પાસે 1.4 ટ્રિલિટન ડૉલર એટલે કે લગભગ દોઢ લાખ કરોડ રૂપિયાની ધનરાશી છે. વૉલમાર્ક ફેમિલી સિવાય આ પરિવારમાં સ્નિકર્સ અને માર્સ બાર્સ બનાવતી માર્સ ફૈમિલી, ફરારી, બીએમડબલ્યૂ, હયાત ટોલ્સ ચલાવતા પરિવાર પણ સામેલ છે.
ગુજરાતમાં ખાવાની સાથે બિયર પણ પહોંચાડી રહ્યો હતો Swiggy ડિલિવરી બોય