રિલાયન્સ દેશમાં ખોલશે 5500 પેટ્રોલ પંપ, આ રીતે મેળવો તેની ડિલરશીપ
મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લીમીટેડ(આરઆઈએલ) અને બ્રિટિશ પેટ્રોલ કંપની બીપી મળી ભારતમાં 5500 પેટ્રોલ પંપ ખોલવા જઈ રહ્યા છે. આ પેટ્રોલ પંપ ખોલવા માટે બંને કંપનીઓ એક જોઈન્ટ વેંચર કંપંની બનાવશે. આ નવી કંપનીના માધ્યમથી દેશની વિમાન કંપનીઓને એવિએશન ટર્બાઈન ફ્યુલ(એટીએફ) પણ પહોંચાડાશે. બંને કંપનીઓ દ્વારા અપાયેલ નિવેદન દ્વારા આ જાણકારી અપાઈ છે. આ સમયે જો તમે પણ પેટ્રોલ પંપ ખોલવા ઈચ્છો છો તો તમારી માટે આ સારી તક છે. તો આવો જાણીએ તેની ડીલરશીપ કેવી રીતે મેળવી શકાશે.
લોન વિના પણ તમારુ બાળક કરી શકશે ઉચ્ચ અભ્યાસ, 35 લાખની બચત પણ થશે

રિલાયન્સ પેટ્રોલ પંપનો વેપાર વધારવા માંગે છે
બંને કંપનીઓના સંયુક્ત નિવેદન અનુસાર તેમનો ઈરાદો દેશમાં પેટ્રોલ પંપનો કારોબાર વધારવો છે. નવી બનનારી કંપની પેટ્રોલ અને ડીઝલ સહિત વિમાન કંપનીઓને એટીએફ પણ પહોંચાડવા પર ફોકસ કરશે. હાલ દેશમાં રિલાયન્સના 1400 પેટ્રોલ પંપ છે. હવે નવી કંપની દ્વારા તેનો વિસ્તાર કરાશે. હાલ રિલાયન્સ 30 હવાઈ મથકોને એટીએફ પહોંચાડે છે.

આ નવી કંપનીમાં રિલાયન્સની ભાગીદારી
આ નવી કંપનીમાં રિલાયન્સની 51 ટકા ભાગીદારી રહેશે. બાકીના 49 ટકાની ભાગીદારી બીપી પાસે રહેશે. આ મામલે બંને કંપનીઓ વચ્ચે સહમતિ બની ગઈ છે. તેનો કરાર પણ આ વર્ષે થઈ જશે. વર્ષ 2020ની શરૂઆતમાં તેની તમામ પ્રકિયા પૂરીં થઈ જશે.

નિયમોમાં છૂટછાટ
ભારત સરકાર પેટ્રોલ અને ડીઝલ માર્કેટિંગમાં વિદેશી કંપનીઓના રોકાણ માટે નિયમોમાં થોડી છૂટછાટ કરવાની તૈયારીમાં છે. મિડિયા દ્વારા મળેલ માહિતી અનુસાર પેટ્રોલિયમ મંત્રાલય આ વિશે કેબિનેટમાં પ્રસ્તાવ તૈયાર કરી રહ્યું છે. જો આ પ્રસ્તાવ મંજૂર થઈ જશે તો સાઉદી અરબના અરામકો, ટોટલ, ટ્રેફિગુરા જેવી કંપનીઓને ભારતમાં પેટ્રોલ પંપના કારોબારમાં ઉતરવાની તક મળશે. ઉપરાંત સુપર માર્કેટમાં પણ પેટ્રોલના વેચાણની પરવાનગી અપાઈ શકે છે.

આ રીતે કરો એપ્લાય
રિલાયન્સ પેટ્રોલિયમની પોતાની વેબસાઈ પર આ વિશે જાણકારી આપવામાં આવી છે. તે માટે https://www.reliancepetroleum.com/businessEnquiry પર જઈ ફોર્મ ભરવાનું રહેશે. અહીં પેટ્રોલ પંપ ઉપરાંત કંપની સાથે અન્ય રીતે જોડાવાની તક પણ મળશે. લુબ્રીકેંટ્સ, ટ્રાંસ કનેક્ટ ફ્રેચાઈજી, એ 1 પ્લાઝા ફ્રેંચાઈઝી, એવિએશન ફ્યુઅલથી લઈ અલગ અલગ રીતે કંપની સાથે જોડાવાની તક મળશે. જેનું તમામ વિવરણ તમે આ સાઈટ પર જોઈ શકશો.

રિલાયન્સને આપવી પડશે આ જાણકારી
રિલાયન્સનું પેટ્રોલ પંપ ખોલવા માટે તમારે કેટલીક જાણકારી આપવાની રહેશે. જેમાં તમારુ નામ, મોબાઈલ નંબર, ઈમેલ ઉપરાંત રાજ્ય અને શહેરનું નામ શામેલ છે. ઉપરાંત તમે કોઈ કારોબાર કરો છો તો તેની પણ જાણકારી આપવાની રહેશે.

પેટ્રોલ પંપ ખોલવા માટે જરૂરી નિયમ
પેટ્રોલ પંપ ખોલવા માટે લાયસન્સ ઈચ્છનાર વ્યકિતની ઉંમર 21થી 60 વર્ષની વચ્ચે હોવી જોઈએ. ઉપરાંત તમારી પાસે 10 પાસનું પ્રમાણપત્ર હોવું જોઈએ.

જાણો કેટલીક મહત્વની વાતો
- જમીન સ્ટેટ હાઈવે કે નેશનલ હાઈવે પર છે તો તમારે પેટ્રોલ પંપ ખોલવા માટે 1200 વર્ગ મીટરથી લઈ 1600 વર્ગ મીટર જમીન જોઈએ. તમે જ્યાં પેટ્રોલ પંપ ખોલવા ઈચ્છો છો ત્યાં ઓછામાં ઓછી 800 વર્ગ મીટર જમીન જોઈએ. પેટ્રોલ પંપ ખોલવા માટે તમારે 15 લાખથી લઈ 30 લાખ સુધીનું રોકાણ કરવાનું રહેશે.
- જમીન પર પેટ્રોલ પંપ ખોલવા ઈચ્છો છો તો તેના કાગળ પૂરાં હોવા જોઈએ.
- જે જમીન પર પેટ્રોલ ખોલવા ઈચ્છો છો તે ખેતીની જમીન છે તો તમારે તેને બની ખેતી કરાવવી પડશે.
- જમીન પોતાની નથી તો જમીન માલિકથી બીનવાંધા પ્રમાણપત્ર લેવાનું રહેશે. આ જમીનમાં પાણી અને વિજળીનું કનેક્શન હોવું જોઈએ.
- જો જમીન ભાડાની છે તો તે માટે તમારી પાસે ભાડા કરાર હોવો જોઈએ. જો જમીન ખરીદી છે તો તમારી પાસે રજીસ્ટર્ડ સેલ ડીડ હોવો જોઈએ.

તમારી જમીનનું કંપની કરશે નિરિક્ષણ
જ્યારે તમે રિલાયન્સના પેટ્રોલ પંપ માટે એપ્લાય કરશો તો કંપની તમારા દસ્તાવેજોની ચકાસણી કરશે. આ દરમિયાન તમારી જમીનનું પણ નિરિક્ષણ કરવામાં આવશે. જો કંપનીને જમીન યોગ્ય લાગી તો તમને એક મહિનાની અંદર પેટ્રોલ પંપ ડિલરશીપની ઓફર મળી જશે.

પેટ્રોલ વેંચવાથી થતી કમાણી
પેટ્રોલ પંપના ખર્ચને ઘટાવી દઈએ તો ત્યાર બાદ પેટ્રોલ વેંચવા પાછળ પ્રતિ લિટર 2 થી 3 રૂપિયા સુધી બચે છે. જો પ્રતિદિન 5000 લિટર પેટ્રોલ વેંચાય તો તમે રોજની 10, 000 રૂપિયાની આવક થશે. મહિનામાં તમે 3 લાખ કમાઈ શકશો.

ડિઝલ વેંચવાથી થતી કમાણી
ડીઝલ વેંચવાથી પ્રતિ લિટર 2 રૂપિયાની કમાણી થશે, જો રોજ 5 હજાર લીટર ડિઝલ વેંચાશે તો 10,000ની આવક થશે. જેથી તમને પેટ્રોલ અને ડિઝલ મેળવી સારી કમાણી થશે.

લોન પણ લઈ શકો છો
પેટ્રોલ પંપ ખોલવા માટે તમે લોન પણ લઈ શકો છો. પેટ્રોલ પંપ પર આજકાલ રેસ્ટોરન્ટ જેવી સુવિધા પણ મળે છે. આવા કામ માટે સરળતાથી લોન મળી જાય છે. પેટ્રોલ પંપ શરૂ કરવા માટે જે ખર્ચ આવશે તે જે તે વિસ્તાર પર નિર્ભર છે. જો ગ્રામિણ વિસ્તારમાં પેટ્રોલ પંપ ખોલવું છે તો તેનો અને શહેરી વિસ્તારનો ખર્ચ અલગ આવશે. છતાં તમારી પાસે રોકાણ માટે 15થી 20 લાખ હોવા જોઈએ.