For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RIL, ભાગીદારોને ગેસમાં ભાવ વધારાથી ચાલુ વર્ષે 40 મિલિયન ડોલર મળશે

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 નવેમ્બર : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ અને તેના ભાગીદારોને પૂર્વના ઓફ શોર કેજી ડી6 ગેસ બ્લોકમાંથી ઉત્પાદિત થતા ગેસ માટે સરકારે 33 ટકાનો ભાવ વધારો કરી આપતા ચાલુ નાણાકીય વર્ષમાં 40 મિલિયન અમેરિકન ડોલરની વધારાની આવક થશે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ દ્વારા સંચાલિત કેજી ડી6 બેસિનમાં 10 ટકાનો હિસ્સો ધરાવતી નિકો રિસોર્સિસે જણાવ્યું છે કે ભાગીદારો પ્રતિ મિલિયન 5.61 અમેરિકન ડોલરનો ભાવ વધારો મેળવનારા છે. આ વધારો ગેસ ઉત્પાદન માટેના બ્રિટિશ થર્મલ યુનિટને મળશે. જ્યારે ડી1 અને ડી3 બ્લોકને જુના ભાવ 4.2 અમેરિકન ડોલરના ભાવે જ નાણા મળશે. આમ થવાનું કારણ વિવાદ છે.

mukesh-ambani-1

નોંધનીય છે કે એપ્રિલથી સપ્ટેમ્બર 2014 દરમિયાન ડી6 બ્લોકમાંથી ઉત્પાદિત થતા નેચરલ ગેસનું પ્રમાણ 40 ટકા છે. જ્યારે એમએ ફિલ્ડમાંથી 60 ટકા ઉત્પાદન ડી1 અને ડી3 માંથી થાય છે.

કંપનીના વર્તમાન પ્રોજેક્શન અનુસાર એમએ ફિલ્ડમાંથી થતા નેચરલ ગેસ પ્રોડક્શનમાંથી નિકોને અંદાજે 4 મિલિયન અમેરિકન ડોલર મળશે.

English summary
RIL, Partners to Get $40 mn This Fiscal From Gas Price Hike.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X