For Quick Alerts
For Daily Alerts
RIL, SBI, Tata Motorsને 100 પ્રભાવશાળી એશિયન કંપનીઓની યાદીમાં સ્થાન
નવી દિલ્હી, 12 એપ્રિલ : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સહિતની ત્રણ ભારતીય કંપનીઓ રોલેન્ડ બર્જર સ્ટ્રેટેજી કન્સલ્ટન્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલી 100 સૌથી પ્રભાવશાળી એશિયન કંપનીઓમાં સ્થાન પામી છે.
મુકેશ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ આ યાદીમાં 77મા ક્રમે છે. જ્યારે ટાટા મોટર્સ 79 અને ભારતી સ્ટેટ બેંક 80મા ક્રમે છે.
આ યાદીમાં પ્રથમ સ્થાને સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ છે. બીજા ક્રમે હ્યુન્ડાઇ છે. ત્રીજા સ્થાને ટોયોટા, ચોથા સ્થાને હિટાચી અને પાંચમા સ્થાને સોની છે.
આ રેંકિંગ વેપાર, વિકાસ, નવપરિવર્તન, બ્રાન્ડ મૂલ્ય, વૈશ્વિક પહોંચ અને સામાજિક જવાબદારી સહિત વિવિધ માપદંડોને આધારે તૈયાર કરવામાં આવી છે. ચીનની 28 કંપનીઓ આ યાદીમાં સ્થાન પામી છે. જેમાં પેટ્રો ચાઇના, સિનોપેક, ચાઇના મોબાઇલ અને બેંક ઓફ ચાઇના ટોચની 10 કંપનીઓમાં સામેલ છે.