For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2 અઠવાડિયાના મજબૂત સ્તર પર રૂપિયો, 71.84 રૂપિયા પ્રતિ ડોલર

ડોલરને મુકાબલે સુધી નીચે ગગડ્યા પછી રૂપિયામાં હવે સુધારો દેખાઈ રહ્યો છે. શુક્રવારે રૂપિયો 72 કરતા નીચે આવી ગયો છે.

|
Google Oneindia Gujarati News

ડોલરને મુકાબલે સુધી નીચે ગગડ્યા પછી રૂપિયામાં હવે સુધારો દેખાઈ રહ્યો છે. શુક્રવારે રૂપિયો 72 કરતા નીચે આવી ગયો છે. શુક્રવારે શરૂઆતી કારોબાર દરમિયાન ડોલરના મુકાબલે રૂપિયો 71.84 પર આવી ચુક્યો છે. ડોલરને મુકાબલે રૂપિયો 53 પૈસા મજબૂત થઈને 71.84 પર કારોબાર કરી રહ્યો છે. ડોલરને મુકાબલે રૂપિયો બે અઠવાડિયાના મજબૂત સ્તરે પહોંચી ગયો છે.

rupee

શુક્રવારે શેરમાર્કેટમાં સુધારો જોવા મળ્યો છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ અને નિફટી બંનેમાં શાનદાર તેજી જોવા મળી છે. સેન્સેક્સ શુક્રવારે 289.67 અંક વધ્યું છે જયારે નિફટી પણ 89.55 અંક વધી છે.

આ પણ વાંચો: પર્સનલ લોન લેતા પહેલાં ધ્યાન રાખો આ 5 બાબતો

રૂપિયો ગઈ કાલે ડોલરના મુકાબલે 72.37 પર બંધ થયો હતો. બુધવારે કારોબારમાં રૂપિયો 72.34 રૂપિયા પ્રતિ ડોલરના ઉપલા સ્તરે પહોંચ્યો હતો. અંતમાં રૂપિયો ગઈ કાલે 61 પૈસાની મજબૂતી સાથે 72.37 રૂપિયા પ્રતિ ડોલર પર બંધ થયો હતો. વૈશ્વિક સ્તરે કાચા તેલની કિંમત નરમ પડવાને કારણે રૂપિયામાં સુધાર જોવા મળી રહ્યો છે. જો ક્રૂડ ઓઇલ સસ્તું થશે તો સીધી રીતે મોંઘવારી અટકવાની સંભાવના વધી જશે અને રૂપિયાની હાલતમાં પણ સુધાર આવશે.

આ પણ વાંચો: 9 વર્ષ પછી RBI એ 8.46 ટન સોનાની ખરીદી કરી

English summary
rupee at two week high gains 53 paise in early trade
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X