For Quick Alerts
For Daily Alerts
રૂપિયો ડોલર સામે 60.55ના વિક્રમી નિમ્ન સ્તરે પહોંચ્યો
નવી દિલ્હી, 26 જૂન : આજે અમેરિકન ડોલરની સામે ભારતીય રૂપિયો અત્યાર સુધીના સૌથી નિમ્ન સ્તરે પહોંચી ગયો છે. ડોલર સામે રૂપિયા 60.55નાં વિક્રમી નિમ્ન સ્તર સુધી તૂટી ગયો છે. આ અત્યાર સુધીનું સૌથી નિમ્ન સ્તર છે.
આયાતકારો તરફથી ડોલરની માગણી વધતાં મોટા ભાગના એશિયન ચલણો નીચે પછડાયા છે અને તેની અસર રૂપિયા ઉપર પણ પડી છે. ગયા અઠવાડિયે રૂપિયો તેની સૌથી નીચી સપાટી રૂપિયા 59.98 સુધી ઉતરી ગયો હતો. આજે બપોરના ટ્રેડિંગ સમયે રૂપિયો 60.55ના સ્તરને સ્પર્શી ગયો હતો.
બપોરે 3.15 વાગ્યે તે રૂપિયા 60.55નો ટ્રેડ થયો હતો. આજે સવારે ડોલર સામે રૂપિયો 59.73ના સ્તરે ખૂલ્યો હતો. ભારતીય રીઝર્વ બેન્કે રૂપિયાને વધારે ઘસાતો અટકાવવાના પ્રયાસો કર્યા હતા, પણ ડોલરની માગ ખૂબ હોઈ રૂપિયો નબળો પડી ગયો હતો.