For Daily Alerts
રૂપિયો ડોલર સામે 60.55ના વિક્રમી નિમ્ન સ્તરે પહોંચ્યો
આયાતકારો તરફથી ડોલરની માગણી વધતાં મોટા ભાગના એશિયન ચલણો નીચે પછડાયા છે અને તેની અસર રૂપિયા ઉપર પણ પડી છે. ગયા અઠવાડિયે રૂપિયો તેની સૌથી નીચી સપાટી રૂપિયા 59.98 સુધી ઉતરી ગયો હતો. આજે બપોરના ટ્રેડિંગ સમયે રૂપિયો 60.55ના સ્તરને સ્પર્શી ગયો હતો.
બપોરે 3.15 વાગ્યે તે રૂપિયા 60.55નો ટ્રેડ થયો હતો. આજે સવારે ડોલર સામે રૂપિયો 59.73ના સ્તરે ખૂલ્યો હતો. ભારતીય રીઝર્વ બેન્કે રૂપિયાને વધારે ઘસાતો અટકાવવાના પ્રયાસો કર્યા હતા, પણ ડોલરની માગ ખૂબ હોઈ રૂપિયો નબળો પડી ગયો હતો.
dollar record low currency market forex trading રૂપિયો ડોલર વિક્રમી નિમ્નસ્તરે મુદ્રા બજાર ફોરેક્સ ટ્રેડિંગ
English summary
Rupee nears record low, hits 60.55 against dollar