For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટેક્સ રિટર્ન ઓનલાઇન કેવી રીતે ભરશો? શીખો અહીં.

|
Google Oneindia Gujarati News

31 જુલાઇ આવતા જ અનેક લોકોને ટેક્સ રિર્ટનનો તાવ ચઢવા લાગે છે. તેમને યાદ આવે છે કે હવે સમય રહ્યો નથી અને મારે આ તારીખ પહેલા તો મારું ટેક્સ રિર્ટન ભરવું જ રહ્યું! અને પછી તે કોઇ સીએને ફોન લગાડવા અને ગુગલ પર તેવી વસ્તુઓ શોધવા બેસી જાય છે. પણ ભાઇ, હવે સીએની પૈસા આપીને કામ કરવાના દિવસો ગયા. તમે પોતે પોતાનું ટેક્સ રિટર્ન ઇ ફાઇલિંગ દ્વારા ઓનલાઇન ભરી શકો છો. તો જો તમે પગારદાર એટલે કે નોકરીયાત હોવ તો તમારે તમારું ઇ ફાઇલિંગ કરાવવું જ જોઇએ, તે અનિવાર્ય છે.

હવે સવાલ રહ્યો કેવી રીતે ભરું? તો તે અમે બેઠા છીએને! અમે તમને આ આર્ટીકલ દ્વારહા સાદી સીધી રીતે શીખવી શું કે કેવી રીતે ટેક્સ રિટર્નની ઇ ફાઇલિંગ ભરવી. તો ઇન્ટરનેટ દ્વારા કેવી રીતે આઇટી રિટર્ન ભરશો તે જાણો નીચેના સ્ટેપ બાય સ્ટેપ સ્લાઇડરમાં.. અને હા ખાલી વાંચીને ભૂલી ના જતા. મિત્રોને પણ શેયર કરજો જેથી તેમની મુશ્કેલી સરળતાથી હલ કરી શકે. તો વાંચો રીત...

ટેક્સ ફાઇલિંગ સાઇટ

ટેક્સ ફાઇલિંગ સાઇટ

આજકાલ અનેક ટેક્સ ફાઇલિંગ સાઇટ અને એપ્સ છે જે તમારી મદદ કરી શકે છે. નોંધનીય છે કે કેટલીક સાઇટ આ માટે ચાર્જ પણ કરે છે. તો જો તમે સ્વયંમ પોતાનું રિર્ટન ભરવા ઇચ્છો છો તો આટલું કરો. આગળ વાંચો.

સ્ટેપ 1

સ્ટેપ 1

સૌથી પહેલા આઇકર વિભાગની વેબસાઇટ http://incometaxindiaefiling.gov.in/ પર જઇને પોતાના લોગ ઇન પાસવર્ડ બનાવી પેન કાર્ડ નંબર દ્વારા પોતાનું નામ રજિસ્ટ્રર કરાવો. પછી પોતાનું નામ, પિતાનું નામ, પેન નંબર, જન્મ તિથિ જેવી ડિટેલ ભરો. નોંધનીય છે કે તમારું પેન નંબર જ તમારું યુઝર આઇડી છે.

સ્ટેપ 2

સ્ટેપ 2

અહીં બે રીતો છે- ઓનલાઇન અને ઓફ લાઇન. પહેલી એટલે કે ઓનલાઇનમાં તમારે તમારી ડિટેલ જાતે ભરવી પડશે. બીજી એટલે કે ઓફલાઇનમાં ફોર્મ ડાઉનલોડ કરવું પડશે અને પોતાની ડિટેલ ભરવી પડશે.

સ્ટેપ 3

સ્ટેપ 3

કોઇ પણ રીત અપનાવી તમે એક વાર ચેક કરી લો કે તમે તમારી ડિટેલ બધી બરાબર ભરી છે ને! જો તમારી કમાણી 50 લાખથી વધુ છે તો તમારે અલગથી કોલમ "AL" એટલે એસેટ એન્ડ લાયબિલિટી ભરવી પડશે. જ્યાં તમારે તમારી સંપત્તિ વિષે જાણકારી આપવી પડશે.

સ્ટેપ 4

સ્ટેપ 4

પોતાનું ફોર્મ 16, બેંક એકાઉન્ટ નંબર, આઇએફએસસી કોડ અને પર્સનલ ડિટેલ તૈયાર રાખો.

સ્ટેપ 5

સ્ટેપ 5

જો તમે ફોર્મ ડાઉનલોડ કર્યું છે. તો તેને ભરી અપલોડ કરો અને Generate XML પર ક્લિક કરો. આવક વેરાની સાઇટ પર જઇ તેને upload XML પર ક્લિક કરો.

સ્ટેપ 6

સ્ટેપ 6

જેવું તમારું ફોર્મ જમા થઇ જાય તેવું જ તેનું ઇ વેરિફિકેશન થાય છે. જેમાં તમને એક એક્નોલેજમેન્ટ નંબર મળશે. આયકર રિટર્નના ઇ વેરિફિકેશનની અનેક રીતો છે. ખાસ ધ્યાન રાખજો જ્યાં સુધી ઇ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ નહીં થાય ત્યાં સુધી આ ટેક્સ રિટર્નની પ્રક્રિયા પૂણ થયેલી નહીં માનવામાં આવે. માટે પૂર્ણ રીતે ઇ વેરિફિકેશન થયું છે તેની ખાતરી કરી લેજો.

English summary
salaried individuals simple steps file income tax return online
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X