For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિવાળી પર મળતા બોનસનો આ રીતે કરો ઉપયોગ

દરેક વ્યક્તિ દિવાળીમાં મળતા બોનસની રાહ જુએ છે. ખાસ કરીને નોકરિયાત વ્યક્તિ જેમને વર્ષમાં માત્ર એકાદ બોનસ મળે છે, તેમને સૌથી વધુ આશા દિવાળી બોનસ પાસેથી હોય છે.

|
Google Oneindia Gujarati News

દરેક વ્યક્તિ દિવાળીમાં મળતા બોનસની રાહ જુએ છે. ખાસ કરીને નોકરિયાત વ્યક્તિ જેમને વર્ષમાં માત્ર એકાદ બોનસ મળે છે, તેમને સૌથી વધુ આશા દિવાળી બોનસ પાસેથી હોય છે. મોટા ભાગના લોકો બોનસની રકમ ખર્ચો કરીને ઉડાવી દે છે. શું તમે ક્યારેય એ વિચાર્યું છે કે બોનસ તમને મળે છે તે તમારી કેટલી મદદ કરી શકે છે. તો જાણીએ કે બોનસનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ.

આ પણ વાંચો: પર્સનલ લોન લેતા પહેલાં ધ્યાન રાખો આ 5 બાબતો

યોગ્ય જગ્યાએ કરો રોકાણ

યોગ્ય જગ્યાએ કરો રોકાણ

લાંબા ગાળામાં સંપત્તિ બનાવવા માટે બોનસમાં મળેલી રકમનું રોકાણ કરવું સૌથી સારો વિકલ્પ છે. જો તમે માસિક આવકમાંથી બચત નથી કરી શક્તા તો બોનસમાં મળેલી રકમનું રોકાણ કરો. જેનાથી તમને તમારા નાણાકીય લક્ષ્ય મેળવવામાં મદદ થશે. તમારા આયોજન પ્રમાણે બોનસની તમામ રકમ અથવા કેટલોક હિસ્સો રોકાણ માટે ફાળવો.

ઈમરજન્સી ફન્ડ બનાવો

ઈમરજન્સી ફન્ડ બનાવો

જો તમારી માસિક આવક ઓછી છે, અને તમે તેમાંતી કોઈ ઈમરજન્સી ફંડ નથી બનાવી શક્તા, તો દિવાળી બોનસમાં મળેલી રકમનો ઉપયોગ ઈમરજન્સી ફંડ બનાવવા માટે કરો. ધ્યાન રાખો કે દિવાળી બોનસની રકમ માસિક આવક કરતા જુદી છે. જો તમે પર્સનલ લોન, હોમ લોન કે કાર લોન લીધી છે, તો તમે આકસ્મિક સ્થિતિને પહોંચી વળવા ઈમરજન્સી ફંડ જરૂર બનાવો.

વીમા પોલિસી લો

વીમા પોલિસી લો

જો તમે નોકરી રહ્યા છો, અને જીવન વીમો, મેડિક્લેઈમ, નથી લોધો તો દિવાળી બોનસની રકમમાંથી સૌથી પહેલા વીમો કરાવો. જો તમારી પાસે ફંડ ન હોય અને તમે વીમો લેવાનું ટાળી રહ્યા હો, તો દિવાળી બોનસ તેના માટે ઉત્તમ વિકલ્પ છે.

ટેક્સમાં બચત માટે કરો રોકાણ

ટેક્સમાં બચત માટે કરો રોકાણ

નોકરિયાત લોકો માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી અને માર્ચ મહિનો મુશ્કેલ હોય છે. આ દરમિયાન તમે ઈન્કમટેક્સ બચાવવા માટે રોકાણ કરવાની તક શોધતા હોય છો. આ પહેલા મળતું બોનસ આ કિસ્સામાં મદદ કરી શકે છે. એક તરફ રોકાણથી તમે વાર્ષિક ટેક્સ ઘટાડી શકો છો, તો બીજી તરફ લાંબા ગાળા માટે બચત પણ કરી શકો છો.

જવાબદારીઓનો બોજ ઘટાડો

જવાબદારીઓનો બોજ ઘટાડો

આજના સમયે લોકો પાસે કોઈને કોઈ લોન જરૂર હોય છે. પછી તે હોમ લોન હોય, કાર લોન કે પર્સનલ લોન. જો તમને પણ બોનસ મળે છે તો તેનો ઉપયોગ કરીને EMI ચૂકવી શકો છો. તમને જણાવી દઈએ કે નવું રોકાણ ત્યારે જ કરો જ્યારે તેના પર મળતું રિટર્ન તમે જે હોમલોન પર વ્યાજ ચૂકવો છો તેના કરતા વધારે હોય.

English summary
Use your diwali bonus in these ways so you can earn more
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X