For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોબાઇલ વેચાણના મામલે સેમસંગ બની નંબર-1

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

સિયોલ, 14 નવેમ્બર: સેમસંગ ઇલેક્ટ્રોનિક મોબાઇલ વેચાણના મુદ્દે વિશ્વની નંબર 1 મોબાઇલ સેવા પુરી પાડનાર કંપની બની ગઇ છે. ત્રીજા ક્વાર્ટરમાં કંપનીના ઇતિહાસમાં બધા મહાદ્રિપોમાં સૌથી વધુ મોબાઇલ વેચ્યાં છે. અમેરિકા સ્થિત બજાર વિશેષજ્ઞએ બુધવારે આ જાણકારી આપી હતી. સમાચાર એજન્સી સિન્હુઆના અનુસાર સ્ટ્રેટજિક એનાલિટિક્સે જાણકારી આપી હતી કે સેમસંગના બધા છ મહાદ્રિપો ઉત્તરી અમેરિકા, પશ્વિમી યૂરોપ, એશિયા પ્રશાંત, લાતિન અમેરિકા, પૂર્વી યૂરોપ, મધ્યપૂર્વ અને આફ્રિકામાં નોકિયાને પ્રથમ વાર માત આપીને સૌથી વધુ મોબાઇલ વેચ્યા છે.

સેમસંગે આ સમયગાળામાં 12.01 કરોડ મોબાઇલ વેચ્યા છે, જે આ દરમિયાન વેચવામાં આવેલા મોબાઇલનું 28.6 ટકા છે. કંપનીએ મધ્યપૂર્વ અને આફ્રિકા વિસ્તારમાં 1.58 કરોડ મોબાઇલ ફોન્સનું વેચાણ છે જે નોકિયાના 1.47 કરોડથી વધુ છે. સેમસંગમાં ભાગીદારી 36.4 ટકા થઇ ગઇ છે જે ગત વર્ષે 24.4 ટકા હતી.

samsung

બીજી તરફ, પશ્વિમી યૂરોપમાં સેમસંગ અને નોકિયા વચ્ચે બજારમાં ભાગીદારીનું અંતર 27.7 ટકા છે, જ્યારે લાતિન અમેરિકામાં આ અંતર 13.4 અને પૂર્વી યૂરોપમા6 14.4 ટકા છે. ઉત્તરી અમેરિકામાં એપ્પલના નવા મોડલના કારણે સેમસંગના વેચાણમં 3.4 ટકાનો ઘટાડો નોંધવામાં આવ્યો છે, પરંતુ દક્ષિણ કોરિયા સ્થિત આ કંપનીએ વિસ્તારમાં ભાગીદારીમાં નવ ટકાની ભાગીદારી સાથે એપ્પલને માત આપતાં ટોચનું સ્થાન યથાવત રાખ્યું છે.

English summary
Samsung Electronics became the world 's no.1 handset seller across all continents in the third quarter, a US-based market researcher said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X