શું ખાસ હશે સેમસંગના નવા ગેલેક્સી એસ 5માં?

Posted By:
Subscribe to Oneindia News

2014માં સેમસંગના નવા ગેલેક્સી એસ5ની વિશ્વ ભરમાં આતુરતાથી રાહ જોવાઇ રહી છે, એસ 5ને લઇને મોબાઇલ બજારમાં અનેક પ્રકારી અફવાઓ ફેલાઇ રહી છે. કોઇ કહીં રહ્યું છે કે તેમાં અત્યારસુધીનું સૌથી પાવરફૂલ પ્રોસેસર લાગેલું હશે તો કોઇ વધું રેમ આપવામાં આવશે તેવા કયાસ લગાવી રહ્યાં છે.

આશા રાખવામાં આવી રહી છે કે માર્ચ અને એપ્રિલની વચ્ચે સેમસંગ પોતાના ગેલેક્સી એસ 5ને બજારમાં ઉતારી દેશે. અત્યારસુધી એવું કહેવામાં આવી રહ્યું હતું કે તેને સેમસંગ ગેલેક્સી ગીયરની સાથે લોન્ચ કરવામાં આવશે, પરંતુ હવે જાણકારોને આશા છે કે માર્ચમાં આ ફોન બજારમાં આવી શકે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ સેમસંગ તેના આ નવા મોબાઇલમાં કેવા કેવા ફીચર આપી શકે છે.

5 પ્લસ ડીસપ્લે
  

5 પ્લસ ડીસપ્લે

કહેવામાં આવી રહ્યું છે કે સેમસંગ ગેલેક્સી એસ5માં 5 ઇન્ચની મોટી સ્ક્રીન હોઇ શકે છે, જે 2560 x 1440 રેઝોલ્યુશનને સપોર્ટ કરશે. સ્ક્રીનમાં 560 પિક્સલ પર ઇન્ચ સપોર્ટ આપવામાં આવ્યો હશે.

64 બિટ એક્સનોસ ચિપસે
  

64 બિટ એક્સનોસ ચિપસે

આશા રાખવામાં આવી રહી છે કે, સેમસંગ ગેલેક્સી એસ5માં 64 બિટના એક્સનોસ ચિપસેટ લાગેલા હશે, જે આઇફોન 5એસમાં પણ આપવામાં આવ્યા છે.

4 જીબી રેમ
  

4 જીબી રેમ

સેમસંગ ગેલેક્સી એસ5માં 4 જીબી રેમ હશે, કારણ કે આ પહેલા નોટ3માં 3 જીબી રેમ આપવામાં આવી છે. સેમસંગે આ ઉપરાંત LPDDR4 નામની એક નવી ચિપ પણ બનાવી છે, જે ગઇ ચિપની સરખામણીએ 50 ટકા ઝડપથી કામ કરશે અને 40 ટકા ઓછી ઉર્જા ખર્ચ કરશે.

16 મેગા પિક્સલ કેમેરા
  
 

16 મેગા પિક્સલ કેમેરા

એસ5માં 16 મેગા પિક્સલનો કેમેરા લાગેલો હશે, જે અલ્ટ્રાએચડી વીડિયો રેકોર્ડિંગ કરશે, સાથે જ તેમાં ઇમેજ સ્ટેબલાઇઝેશનના ફીચર પણ હશે. રિપોર્ટ અનુસાર સેમસંગ એસ 5માં ઇન્ડોર શૂટ કરવાથી 8 ગણી વધુ સ્પષ્ટ તસવીર જોવા મળશે.

ફિંગરપ્રિન્ટ સેંસર
  

ફિંગરપ્રિન્ટ સેંસર

એસ5માં ફિંગર સેંસર સપોર્ટ આપવામાં આવી શકે છે, અથવા તો તેમાં આઇસ્કેનર ફીચરનો સમાવેશ કરવામાં આવી શકે છે.

English summary
samsung galaxy s5 release date set march london top 5 rumor news
Please Wait while comments are loading...

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.