For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBIમાં પ્રધાનમંત્રી જનધન યોજના ખાતા વિશે સંપૂર્ણ માહિતી

SBIમાં પ્રધાનમંત્રી જનધન યોજના(PMJDY)ના ખાતા જાહેર ક્ષેત્રની કોઈ પણ બેન્કમાં આ યોજના અંતર્ગત ખોલાયેલા ખાતા કરતા 26 % વધારે છે.

|
Google Oneindia Gujarati News

દેશની સૌથી મોટી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ @TheOfficialSBI પર જાહેરાત કરી છે કે, SBIમાં પ્રધાનમંત્રી જનધન યોજના(PMJDY)ના ખાતા જાહેર ક્ષેત્રની કોઈ પણ બેન્કમાં આ યોજના અંતર્ગત ખોલાયેલા ખાતા કરતા 26 % વધારે છે. SBIના પોર્ટલ અનુસાર પ્રધાનમંત્રી જન ધન યોજના દ્વારા નાણાંકીય વ્યવહાર એટલે કે બેન્કિંગ, સેવિંગ્સ એકાઉન્ટ, રકમ મોકલવી, ક્રેડિટ, વીમો અને પેન્શનની સુવિધા સરળ રીતે આપવા માટેનું રાષ્ટ્રીય મિશન છે.

SBIનું કહેવું એમ પણ છે કે જનધન ખાતામાં કોઈ પણ પ્રકારનું મિનીમમ બેલેન્સ રાખવું જરૂરી નથી. તો આવો તમને SBIમાં પ્રધાનંત્રી જનધન યોજના ખાતાથી મળતા લાભ અને સુવિધા વિશે વિસ્તારથી માહિતી આપીએ.

ગામડાથી લઈને શહેર સુધી મળે છે આટલા ફાયદા

ગામડાથી લઈને શહેર સુધી મળે છે આટલા ફાયદા

SBIનું જનધન ખાતુ અન્ય સરકારી યોજનાઓની જેમ આખા ગામના બદલે ગામના પ્રત્યેક પરિવારને લાભ આપે છે. આ યોજનાનું લક્ષ્ય ગામડાની સાથે શહેરી વિસ્તારોમાં પણ લાભ આપવાનું છે.

SBIમાં PMJDYના ખાતામાં કેટલાક વિશેષ ફાયદા થાય છે. જેમ કે જમા રકમ પર વ્યાજ, 1 લાખ રૂપિયાનો અકસ્માત વીમો, 30 હજાર રૂપિયા સુધીનું જીવન વીમા કવર. આ ઉપરાંત સરળતાથી પૈસા ટ્રાન્સફર કરવા, પેન્શન મેળવા સહિતની સુવિધાઓ આ ખાતા દ્વારા મળી શકે છે.

ઝીરો બેલેન્સમાં ખોલી શકાય છે

ઝીરો બેલેન્સમાં ખોલી શકાય છે

PMJDY ખાતું SBIમાં PMJDY ખાતું ખોલવા માટે મિનીમમ બેલેન્સ જરૂરી નથી. જો કે બીજા બેન્કના એટીએમમાંથી પૈસા ઉપાડવા અને રુપે કાર્ડમા બેલેન્સ રાખવા તમારે ખાતામાં થોડા પૈસા રાખવા જોઈએ. PMJDY યોજના અંતર્ગત ખોલાવાયેલા ખાતામાં સેવિંગ્સ એકાઉન્ટમાં લાગુ વ્યાજદર (હાલમાં મોટા ભાગની બેન્કમાં 4 %) વ્યાજ પણ મળે છે. SBIના જનધન ખાતામાં તમે જોઈન્ટ એકાઉન્ટ પણ ખોલાવી શકો છો.

અલગ ખાતું ખોલાવવું જરૂરી નથી

અલગ ખાતું ખોલાવવું જરૂરી નથી

તમે દેશની કોઈ પણ SBI બ્રાંચમાં પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત ખાતું ખોલાવી શકે છે. જો તમારુ ખાતું પહેલાથી જ કોઈ બેન્કમાં હોય, તો PMJDY અંતર્ગત નવું ખાતું ખોલવુ જરૂરી નથી. વીમા યોજનાના લાભ માટે તમારા હાલના બેન્ક એકાઉન્ટમાં રૂપે કાર્ડ લેવું જોઈએ. જો તમારું હાલનું બેન્ક એકાઉન્ટ રેગ્યુલર ઓપરેટ થતું હશે તો ક્રેડિટ સુવિધા પણ વધારી શકાય છે.

ખાતાની સુરક્ષા માટે આધાર નંબર આપો

ખાતાની સુરક્ષા માટે આધાર નંબર આપો

6 મહિના સુધી ખાતું સંતોષજનક રીતે ઓપરેટ થાય તમને SBI તરફથી પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત 5 હજાર રૂપિયા પ્રતિ પરિવાર આપવામાં આવે છે. કોઈ પણ પ્રકારની મુશ્કેલીથી બચવા માટે બેન્કમાં તમારો આધાર નંબર જરૂર આપો. જો આધાર નંબર નહીં હોય તો બેન્ક પોતાના ગ્રાહકો પ્રત્યે વધુ સાવચેતી રાખે છે.

ઈચ્છો ત્યારે ટ્રાન્સફર કરી શકો છો એકાઉન્ટ

પ્રધાનમંત્રી જન ધન યોજનામાં ભાગ લેનાર તમામ CBS (Core Banking Solution)ના એક મંચ પર છે, જેને લીધે ખાતાધારકની ઈચ્છા અનુસાર બેન્ક એકાઉન્ટ કોઈ પણ શહેર કે ગામની બેન્કમાં સરળતાથી ટ્રાન્સફર કરી શકાય છે. SBIમાં પ્રધાનમંત્રી જન ધન યોજના અંતર્ગત અકાઉન્ટ ખોલાવવામાં માત્ર 20 રૂપિયા ફી આપવી પડે છે.

English summary
Benefits of opening accoutn in SBI in Pradhan Mantri Jan Dhan Yojana
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X