SBIએ ઓછા કર્યા વ્યાજદર, ગ્રાહકોને મોટું નુક્શાન
ભારતીય સ્ટેટ બેંકના ગ્રાહકોને બેંકે એક મોટો ઝટકો આપ્યો છે. બેંકે તેના બચત ખાતામાં જમા વ્યાજ દરોમાં 0.5 ટકાનો ઘટાડો કર્યો છે. બેંક દ્વારા જાહેર કરવામાં આવેલ આ ઘટાડો આજથી જ એટલે કે 31 જુલાઇથી જ લાગુ થઇ જશે. આમ જો તમે પણ ભારતીય સ્ટેટ બેંકના ગ્રાહક હશો તો તમને પહેલા કરતા હજી ઓછું વ્યાજ મળશે. અત્યાર સુધી 1 કરોડ રૂપિયા સુધીના બચત ખાતામાં બેંકની તરફથી 4 ટકા વ્યાજ આપવામાં આવતું હતું પણ હવે 3.5 ટકા વ્યાજ આપવામાં આવશે.
જો કે મોટા ભાગના લોકો 1 કરોડ રૂપિયાથી ઓછું બચત ખાતું ધરાવતા હોય છે. એટલો વધારે નુક્શાન મધ્યમ વર્ગ અને તે લોકોને જે બેંકના વ્યાજના પૈસે પોતાનું ગુજરાન ચલાવે છે. જો કે બચત ખાતા પર વ્યાજ ઓછું થવાથી બેંકની કોસ્ટ ઓફ ફંડમાં પણ ઘટાડો થશે જેનો કારણે બેંક સસ્તામાં લોન આપી શકશે. ઉલ્લેખનીય છે કે 2 ઓગસ્ટથી ક્રેડિટ પોલીસીની પણ સમીક્ષા થવાની છે. જેમાં પણ વ્યાજ દરોના ઘટાડાની સંભાવના રહેલી છે.