For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

SBIના ગ્રાહકો માટે ખાસ ખબર, હવે 20 હજારથી વધુ રૂપિયા નહિ ઉપાડી શકો

SBIના ગ્રાહકો માટે ખાસ ખબર, હવે 20 હજારથી વધુ રૂપિયા નહિ ઉપાડી શકો

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ એટીએમ કાર્ડથીં થતા ફ્રોડને ધ્યાનમાં રાખી એસબીઆઈએ મહત્વનો નિર્ણય લીધો છે. ભારતની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા એટીએમમાંથી પૈસા ઉપાડવાની લિમિટને ઘટાડવા જઈ રહી છે. બેંક આ લિમિટને ઘટાડીને અડધી કરી દેશે. અત્યાર સુધી દિવસમાં તમે 40 હજાર રૂપિયા સુધીની રકમ ઉપાડી શકતા હતા, પરંતુ 31 ઓક્ટોબર બાદ તમે માત્ર 20 હજાર રૂપિયા જ ઉપાડી શકશો.

SBIએ લીધો મહત્વનો નિર્ણય

SBIએ લીધો મહત્વનો નિર્ણય

બેંક તરફથી જાહેર કરવામાં આવેલ એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે એટીએમ પર છેતરપિંડી, બેંકો દ્વારા મળતી ફરિયાદો અને ડિજિટલને વધારો આપવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે લોકો પાસે ક્લાસિક અને મેસ્ટ્રો પ્લેટફોર્મવાળા ડેબિટ કાર્ડ છે એમની લિમિટ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પેટ્રોલ-ડીઝલની કિંમતોએ વધારી નાગરિકોની મુશ્કેલી, જાણો આજનો ભાવ પેટ્રોલ-ડીઝલની કિંમતોએ વધારી નાગરિકોની મુશ્કેલી, જાણો આજનો ભાવ

છેતરપિંડી અટકાવવા ભરાયું આ પગલું

છેતરપિંડી અટકાવવા ભરાયું આ પગલું

એટીએમમાં થતી છેતરપિંડીનો ભોગ મોટાભાગે ક્લાસિક કાર્ડધારકો જ બને છે. રોકડ ઉપાડ પરનો પ્રતિબંધ ઠીક તહેવારો પહેલા આવી રહ્યો છે. જણાવી દઈએ કે કેટલાક મર્ચેન્ટ આઉટલેટ્સ પર કેટલાક મર્ચન્ટ મોબાઈલ સ્વાઈપ મશીનનો ઉપયોગ કરી રહ્યા છે. આજે પણ કેટલાક લોકો ડેબિટ કાર્ડનો ઉપયોગ કરી રહ્યા છે જેમાં મેગ્નેટિક સ્ટ્રિપ હોય. આવા પ્રકારના કાર્ડ સાથે છેતરપિંડી થવાની શક્યતા વધી જતી હય છે. કેટલીક મોટી બેંકોના ક્રેડિટ કાર્ડ ગ્રોથને નાના શહેર દ્વારા વધારો આપવામાં આવી રહ્યો છે અને ટૉપ 10 શહેરની બહારના કાર્ડહોલ્ડર્સ આવા પ્રકારે થતા ખર્ચમાં 40-45 ટકાનું યોગદાન આપી રહ્યા છે.

વધુ રૂપિયા ઉપાડવા હોય તો?

વધુ રૂપિયા ઉપાડવા હોય તો?

સ્ટેટ બેંક ઑફ ઈન્ડિયા તરફથી એમ પણ કહેવામાં આવ્યું છે કે મોટાભાગના લોકો 20 હજાર રૂપિયા સુધીની રોકડ રકમ જ ઉપાડે છે. ત્યારે તેવા લોકો સાથે થતા ફ્રોડમાં અમે ઘટાડો કરવા માગીએ છીએ. 20 હજારથી વધુ રકમની જરૂરત બહુ ઓછા લોકોને પડતી હોય છે. જો આનાથી વધુ રકમની જરૂરત પડતી હોય તો તેના માટે બેંક વધુ લિમિટવાળાં કાર્ડ જાહેર કરે છે. જે લોકોના અકાઉન્ટમાં વધુ રૂપિયા હોય તેવા ગ્રાહકો માટે બેંક આવાં કાર્ડ જાહેર કરે છે.

મોંઘવારીની માર, દિલ્હીમાં એલપીજી 59 રૂપિયા મોંઘુ, સબસિડાઈઝ સિલિન્ડર 2.89 રૂ મોંઘુ મોંઘવારીની માર, દિલ્હીમાં એલપીજી 59 રૂપિયા મોંઘુ, સબસિડાઈઝ સિલિન્ડર 2.89 રૂ મોંઘુ

English summary
SBI is about to set limit of 20000 rupee for atm withdrawal
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X